ગોહિલવાડમાં શિયાળો ચરમસીમાએ પહોંચ્યો છે પૂર્વોત્તર દિશાઓ માથી સતત ફૂંકાઈ રહેલ બર્ફીલા પવનોની તિવ્રતામા વધઘટ થતી હોવા છતાં એકંદરે શિતલહેર અકબંધ રહી છે લોકો આ પવનોને "ઝેરી" પવનો ગણતા હોય આથી આ કાતિલ ઠંડી થી બચવા હાથવગા ઉપાયો અજમાવી રહ્યાં છે.
પવનની ઝડપ વધતા ઠંડીનું જોર પણ વધ્યું
આ વર્ષે ભાવનગર શહેર-જિલ્લામાં ઠંડી ની સિઝને મોડી દસ્તક દિધી છે પરંતુ હવે જયાં આગમન થઈ ચૂક્યું છે ત્યારે લોકો સહિત પશુ- પંખીઓ પણ કાતિલ ઠંડીથી ઠરઠરી ઉઠ્યાં છે ભાવનગર દરિયા કાંઠો ધરાવતો જિલ્લો છે આથી સ્વાભાવિક પણે દરીયાકિનારે ઠંડીની તિવ્રતા વધુ રહેતી હોય છે ત્યારે છેલ્લા બે સપ્તાહથી કાતિલ ઠંડીએ પરચો બતાવ્યો છે જોકે વચ્ચે વચ્ચે મહત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીથી આંશિક રાહત ચોક્કસ મળે છે પરંતુ ગત શનિવારથી પવનની ઝડપ વધતા ઠંડી એ સમગ્ર ગોહિલવાડને પોતાની આગોશમા સમાવી લીધું છે,
18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
આજે પણ સતત બીજા દિવસે પણ પવનનું ઝોર યથાવત રહ્યું હતું જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં ભારે ઠંડી જોવા મળી હતી, એજ રીતે વૃદ્ધોની હાલત પણ કફોડી જોવા મળી રહી છે ઠંડીના કારણે લોકોની રોજબરોજની દિનચર્યા પણ શિથિલ બની છે વહેલી સવારે વ્યવસાય ધરાવતા લોકો ઠંડી વચ્ચે ઠુંઠવાઈ રહ્યાં છે સવારે શાળા ઓમાં જતાં બાળકો માટે વહેલી સવારનો સમય આકરો સાબિત થઈ રહ્યો છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 15 જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો દૌર યથાવત રહેશે લોકો એ સાવચેતી રાખવી જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.