તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ વસુલાત:2,30 કરોડનો દંડ ભર્યા પછી પણ લોકો માસ્ક વગર : તંત્ર હરકતમા, 1353 લોકો પાસેથી 5 દિવસમાં 13,53 લાખનો દંડ વસુલ્યો

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની ગાઇડ લાઇનનું પાલન કરાવવા અને કોવીડ-19 સંક્રમણને અટકાવવા લોકોમાં જાગૃતિ લાવવાનો તંત્રનો પ્રયાસ

કોવીડ-19 ના સંક્રમણને નિયંત્રણ સંદર્ભે જાહેર સ્થળો,ફરજ પરના સ્થળો અને પરિવહન વખતે માસ્ક ન પહેરવા અંગે અને જાહેરમાં થુંકવા બાબતે દંડ વસુલવાની કાશ્ર્યવાહી સરકાના આદેશ મુજબ પોલીસ વિભાગ દ્વારા કરવામા આવી રહી છે. ત્યારે છેલ્લા પાંચ દિવસમા પોલીસ તંત્ર દ્વારા માસ્ક ન પહરેનાર લોકો પાસેથી રુપીયા 13,53 લાખનો દંડ વસુલવામા આવેલ છે.

કોરોના વાયરસની મહામારીથી બચવા સરકાર દ્વારા જાહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. પરંતુ કેટલાક લોકો એક યા બીજા બહાને માસ્ક પહરેવાનું ટાળતા હોય છે.સરકારે જાહેરમા માસ્ક પહેર્યુ ન હોય તો સ્થળ પર દંડ સુલવાની સતા પોલીસ અને મહાનગરપાલીકા બન્નેને આપી છે.આવામા જો કોઇ માસ્ક પહેર્યા વગર નીકળશે તો સરકારના આદેશ મુજબ રૂ. 1000/- દંડ વસુલવામા આવે છે. પોલીસ વિભાગનો ઉદેશ માત્ર દંડ વસુલવાનો નથી. પરંતુ લોકો જાહેરમાં માસ્ક પહેરે કોવીડ-19 સંદર્ભે સરકાર તરફથી પ્રસિધ્ધ થયેલ ગાઇડલાઇનનું પાલન કરે અને કોવીડ-19 ના સંક્રબમણને અટકાવવા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. જે વ્યકીતઓ સરકારના આદેશનુ ઉલંંઘન કરી માસ્ક પહેર્યા વગર બહાર નીકળે તેઓની પાસેથી માસ્ક દંડ વસુલવામા આવે છે.

ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજદીન સુધીમા માસ્ક ન પહરેવા અંગે કુલ 71,127 લોકો પાસેથી રૂપીયા 2,29,14,200/- નો દંડ વસુલવામા આવેલ છે. જયારે છેલ્લા પા઼ચ દિવસમાં 1353 લોકો પાસેથી રૂપીયા 13,53 લાખનો દંડ વસુલવામા આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...