તસ્કરી:મકાનમાં ઘુસી 91 હજારના દાગીના ચોરી શખ્સો ફરાર

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં રત્નકલાકારના ઘરમાં ખાતર પાડ્યું
  • બારી તોડી બાથરૂમમાંથી​​​​​​​ તસ્કરો પ્રવેશ્યા

ભાવનગર શહેરમાં રહેતા અને હીરા ઘસુના ઘરમાંથી અજાણ્યા શખ્સોએ કબાટમાં રાખેલ સોનાના દાગાનાની ચોરી કરી નાસી છુટ્યા હતા. જેની રત્નકલાકારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે સઘન શોધખોળ હાથ ધરી હતી.મુળ મહેસાણા જિલ્લાના ખરોડ ગામના વતની અને હાલ શહેરના ચિત્રામાં ક્રિષ્ના પાર્કમાં રહેતા નીલેશભાઇ કિશોરભાઇ વઘાસીયા નામના રત્નકલારના ઘરમાં અજાણ્યા શખ્સો પ્રવેશ કરી સોનાના દાગીનાની ચોરી કરી નાસી છુટ્યા હતા.

જેમાં બાથરૂમની જાળી તોડ્યા બાદ મકાનમાં ઘુસી કબાટની ચાવીથી તિજોરી ખોલી કબાટમાં રાખેલા સોનાનો ચેઇન, વીંટી નંગ 2, સોનાના નાકના દાણા તેમજ ચાંદીના છડા કુલ કિ.રૂા. 91,600ની મત્તા ચોરી અજાણ્યા શખ્સો નાસી છુટ્યા હતા. જેની નિલેશભાઇ વઘાસીયાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...