તીડનું આક્રમણ:લોકોએ થાળીનાદ કરી તીડને ભગાડ્યા

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે સવારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાના ખોખરા અને રાજપરા ગામે તીડ દેખાતા સ્થાનિક ગ્રામ્યજનોઅે તીડ ભગાડવા માટે થાળી વગાડી અને લીમડાનો ધૂમાડો કરી તીડને ભગાડ્યા હતા. બીજી બાજુ સ્થાનિક તંત્ર દ્વારા પણ સંકલન સાધી દવાનો છંટકાવ, થાળી વગાડવી, ઢોલ વગાડવો જેવી પ્રવૃતિથી તીડને નિયંત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ભાવનગર તાલુકાના નિરમા પ્લાન્ટની બાજુમાં તીડના ઝૂંડ દેખાયા હોવાની જાણકારી મળતા સર્વે ટીમ દ્વારા રાત્રે તીડનું લોકેશન નક્કી કરવામાં આવશેુ અને લોકેશન મળતાની સાથે રાત્રે 3 વાગ્યાથી શુક્રવારના સવારના 6 વાગ્યા સુધીમાં દવાનો છંટકાવ કરીને તીડ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...