સમસ્યા:વલભીપુરમાં ઈ-સ્ટેપીંગ માટે લોકોને રઝળપાટ;સરકારી કામ માટે અલગ અલગ કિંમતના ઈ-સ્ટેમ્પીંગ પેપર જરૂરી

વલભીપુર3 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલભીપુર ખાતે આવેલ ઈ-સ્ટેપીંગ માટે લોકોને સમયસર નહીં મળતા અરજદાર લોકાને જરૂરી રકમનો સ્ટેમ્પ લેવા માટે રજળપાટ કરવી પડે છે. વલભીપુર શહેર અને તાલુકાના લોકોને સરકારી કામ સબબ અલગ અલગ કિંમતના ઈ-સ્ટેમ્પીંગ પેપર લેવાના હોય છે. જુદા જુદા પ્રકારના લેખો માટે સરકારે સૂચિત કરેલ કિંમતના સ્ટેમ્પ પેપર લેવાના હોય છે. પરંતુ વલભીપુર ખાતે ઈ-સ્ટેપીંગ એજન્સીને છત્રીસનો આંકડો હોય તેમ જણાય છે કારણ કે, વલભીપુર સિવાય મોટા ભાગના તાલુકા મથકો એ સેવા શરૂ હોય છે જયારે વલભીપુર ખાતે એક યા બીજા કારણોસર સેવા લંગડાતી હોય છે.

ખાસ કરીને ઈન્ટરનેટ કનેકટીવીટી ન હોવાનું તો કાયમી પ્રશ્ન થયો છે જો ઈન્ટરનેટ કનેશન શરૂ હોય તો બેલેન્સ ખલાસ થઇ ગયું હોય છે. છતાં કામ કરતી એજન્સી દ્વારા તેનો કાયમી ઉકેલ લાવવામાં તસ્સુભાર રસ નથી તેમાં છેલ્લાં ત્રણ ચાર દિવસથી તો કલાક શરૂ હોય તો ત્રણ કલાક બંધ હોય આ તો કેવું ગામડેથી આવેલા અરજદારોને કયાં સુધી તપ કરવાનું બીજી મુશ્કેલી જે અન્ય લોકોને સ્ટેમ્પ કાઢી આપવાની પરવાનગી આપી છે તે એજન્સી પણ વિવિધ બહાનાઓ બતાવી અરજદારોને ખો આપી દે છે.આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવી જોઇએ કે, વલભીપુર તાલુકાના અરજદાર દ્વારા અન્ય સ્થળોએથી કેટલા અને કેટલી કિંમતના ઈ-સ્ટેમ્પીંગ કરાવેલ છે તેની ચકાસણી હાથ ધરે તો વલભીપુરમાં થતા ધાંધીયા અંગે સાચી હકીકત જાણવા મળે.

અરજદારોને રોજ પડી રહેલી મુશ્કેલી
વલભીપુર ખાતે ઇવરોન લોજીસ્ટીક પ્રા.લી.ને એજન્સી આપવામાં આવી છે. અને આ એજન્સી લગભગ છેલ્લા ઘણાં વર્ષથી આ સેવા આપી રહી છે પરંતુ વલભીપુર ખાતેની કામગીરી બાબતે ગંભીર નથી રોજની મુશ્કેલી અરજદારો ને વેઠવી પડે છે.

નેટ કનેકશનનું રાઉટર બગડી ગયુ
વલભીપુર ખાતે સ્ટેમ્પીંગ કામ રાબેતા મુજબ શરૂ જ હોય છે એક દિવસ પરંતુ ઈન્ટરનેટ કનેકશનનું રાઉટર (મોડેમ) બગડી ગયું હોવાથી બંધ રહેલ જે રિપ્લેસ કરી દેવામાં આવ્યું છે. - સુમિતભાઈ બેલાણી, એરિયા સુપરવાઈઝર

અન્ય સમાચારો પણ છે...