જાનનું જોખમ / પીરછલ્લામાં જિંદગી દાવ પર મુકી લોકો ઉમટ્યા, ચોરતફ અંધાધૂંધી  અને અરાજકતા

પીરછલ્લા
પીરછલ્લા
X
પીરછલ્લાપીરછલ્લા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

ભાવનગર. લોકડાઉન-3 સુધી સ્વયંશિસ્ત રહ્યાં બાદ લોકડાઉન-4માં પણ સાંજના 7થી સવારના 7વાગ્યા સુધી લોકો ઘરમાં રહેવાનો નિયમ પાળે છે. પણ સવારથી બપોર સુધી શહેરમાં બજારોમાં જે દ્રશ્યો ત્રણ-ચાર દિવસથી જોવા મળે છે તે અનેક પ્રશ્નો ઉભા કરનારા છે. જેમાં મુખ્ય પ્રશ્ન એ ઉદભવે કે કોરનાની સ્થિતિ કાંઇ સારી થઇ નથી, વધુ બગડી છે આ તો વેપાર-ધંધા અને કારખાના, ફેકટરીઓમાં કામ કરનારાઓને રોજગારી મળતી થાય તે માટે છૂટછાટ અપાઇ છે અને ખરીદી પણ માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ રાખીને કરવાની હોય છે. પણ આ દ્રશ્ય જુઓ, પીરછલ્લાનું છે જ્યાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના ચિંથરા ઉડતા નજરે ચડે છે. જાણે ચોરતફ અંધાધૂંધી  અને અરાજકતા હોય તેમ શહેરીજનો પોતાની જિંદગીને દાવ પર મુકીને ખરીદી માટે ઉમટી પડ્યા હોય તેમ લાગે છે. કોરોના ની પરાજિત કરવો હશે તો આ સ્થિતિ અને આ તસવીર બદલવી જરૂરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી