તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:ઘોઘાજકાતનાકા વિસ્તારના લોકો ધંધા-રોજગારી માટે બહાર જઈ શકતા નથી લોકોની વ્યથા, અમારો વાંક શું?

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉગલવાણમાં 28 દિવસમાં પોઝિટિવ કેસ ન આવતા તેને મુક્ત કર્યું અને ઘોઘા જકાતનાકાની 45 દિવસે પણ નાકાબંધી!

17 હજાર લોકોની વસ્તી ધરાવતા ભરતનગર વિસ્તારમાં મોટાભાગનાં શ્રમીકો રહે છે. છેલ્લા 45 િદવસથી કોઈ કોરોનાનો કેસ નહીં હોવા છતાં આ વિસ્તારના લોકો કન્ટેનમેન્ટમાં કેદ છે. આ વિસ્તારની મુલાકાત લેતા મોટાભાગના શ્રમીકોએ ધંધા-રોજગાર માટે બહાર નહીં જઈ શકતા હોવાની વ્યથા ઠાલવી હતી.
ભાવનગરમાં કોરોના વાયરસે ગત 26મી માર્ચના રોજ પ્રવેશ કર્યાના ત્રણ દિવસ બાદ શહેરના ઘોઘા જકાતનાકા ખાતે રહેતા 70 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 45 દિવસ થયા પરંતુ આજ સુધી આ વિસ્તારમાં કોઈ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી. ગઈકાલે જેસરના ઉગલવાણ ગામે છેલ્લા 28 દિવસમાં પોઝિટિવ કેસ નહીં આવતા તેને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી હતી જ્યારે ભરતનગર ઘોઘા જકાતનાકા વિસ્તારમાં તો 45 દિવસથી કોઇ પોઝિટિવ કેસ નહીં આવવા છતાં આજે પણ 17320 લોકો કેદ છે. કોરોના સંદર્ભે સરકારની ગાઇડ લાઇન જુદી જુદી ના હોઈ શકે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણ ગામે ગત 29મી માર્ચના રોજ કોરોના પોઝિટિવ કેસ આવતા આ ગામને કન્ટેનમેન્ટ વિસ્તારમાં સમાવેશ કર્યો હતો. તેવી જ રીતે ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પણ 29મી માર્ચના રોજ જશુભાઈ જાંબુચા નામના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા ઘોઘા જકાતનાકા થી ભરતનગર સહિતના વિસ્તારને કન્ટેનમેન્ટમાં મૂકી દીધા હતા. ભરતનગર સુધીના તમામ વિસ્તારોને બેરીકેટથી બાંધી દીધા છે. આ વિસ્તારમાં 3300 ઘરના 17320 લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં કેદ કર્યા છે. 
કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવા દરખાસ્ત
શહેરના ઘોઘાજકાતનાકા વિસ્તારમાં પ્રથમ કોરોના પોઝિટિવ બાદ કોઈ કેસ આવ્યો નથી.જેથી ગવર્મેન્ટ દ્વારા ઓર્ડર કરાયેલ છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાથી મુક્ત કરવા માટે દરખાસ્ત પણ કરી દીધી છે.> એમ.એ. ગાંધી, મ્યુ.કમિશનર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો