ઉજવણી:ભાવનગરમાં ઉત્તરાયણમાં લોકોએ પતંગ ઉડાવ્યા, પોલીસે વોચ રાખવા માટે ડ્રોન ઉડાવ્યા

ભાવનગર10 દિવસ પહેલા
  • પતંગરસિયાઓએ અગાસીઓમાં ખાણીપીણી, બુમોથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી
  • બપોર સુધીમાં અકસ્માતની 16 ઘટનાઓ બની

ભાવનગર શહેરમાં મકરસક્રાંતિ પર્વની હર્ષોલ્લાસથી ઊજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પતંગ રસીયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા પરંતુ ફૂલ પવન કારણે પતંગરસિયાઓની મજા બગાડી હતી.

ભાવનગર શહેર-જિલ્લા માં મકરસંક્રાંતિ ના એક દિવસ પૂર્વે લોકો માં ઉત્સાહ ની ઉણપ જોવા મળી રહી હતી પરંતુ ગમે તેવી તકલીફો વચ્ચે પણ ઉત્સવપ્રધાન ભાવેણાવાસીઓ આફતને અભેરાઈએ ચડાવી તહેવારોને પ્રધાન્યતા આપે છે જે અંતર્ગત આજે શહેરમાં પતંગ પર્વ અન્વયે લોકોમાં ખર્ચ-ખરીદી નો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો.

ઉત્તરાયણ પર્વને લઈ લોકો સહ પરિવાર પતંગ, રીલ, ટોપી, સનગ્લાસ, પીપુડા, શેરડી, તલ-ગોળની બનાવટની ચીકીઓ સાની સહિતની વસ્તુઓ લઈ વહેલી સવારથી જ લોકો અગાસીમાં ચડી ગયા હતા. મકરસંક્રાંતિના દિવસે ગૌવંશોને લીલો ચારો આપવાનું અનેરું ધાર્મિક મહત્વ હોય પરિણામે રજકો, લીલી જુવાર,શેરડીના આગળા સહિતનો પશુ ચારો પણ જીવદયા પ્રેમીઓ, પરોપકારી ઓએ મોટા પ્રમાણમાં દાન પૂર્ણ નું મહત્વ છે, અનેક પરિવારોએ દર વર્ષની માફક આ વર્ષે પણ ગેસના રંગબેરંગી ફુગ્ગાઓ ખરીદી કરવા ઉમટ્યા હતા.

ઉતરાયણ તહેવાર અનુસંધાને ભાવનગર પોલીસનો એકશન પ્લાન
ઉતરાયણ તહેવાર અનુસંધાને તેમજ હાલની કોરોના મહામારી ના પરિસ્થિતિને ધ્યાને રાખી ઉતરાયણ તહેવાર માં સરકારની ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે ભાવનગર જિલ્લામાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ખાસ એકશન પ્લાન તૈયાર કરી ડ્રોન કેમેરાના મદદ થી સતત મોનીટરીંગ કરી રહી છે.

ઉતરાયણનો તહેવાર લોકો કોવીડ ગાઇડલાઈન નું પાલન કરી ઉજવણી કરે અને ટોળાઓ એકત્રિત ના થાય તે સારું સતત પેટ્રોલિંગ નું આયોજન કરેલ અને જુદી જુદી ટીમો બનાવી કવીક રિસ્પોન્સ ટીમો તૈયાર કરી લોકો કોવીડ ગાઇડલાઈન મુજબ સોસાયટી તથા ધાબા ઉપર ટોળે ના વળે તે સારું ડ્રોન કેમેરાની મદદથી સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યું હતું, લોકોને પણ ભાવનગર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ કે, ઉતરાયણ તહેવાર કોવિડ ગાઇડલાઈનનું પાલન કરી ઉજવણી કરે જેથી કોવિડ સંક્રમણને અટકાવી શકાય.

ઉત્તરાયણની ઉજવણી દરમિયાન અકસ્માતની ઘટનાઓ બની
ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં હોય છે. બપોરે સુધીમાં ભાવનગરમાં દોરીના કારણે ઇજાના 16 જેટલા બનાવો બની ચૂક્યા છે.

ભાવનગર જિલ્લામાં બપોર સુધીમાં જુદી જુદી અકસ્માતની 16 જેટલી ઘટના ઓ સામે આવી રહી પતંગ દોરીના વાગી જવાના કારણે ગળાના ભાગે ઇજા થવાની 2 ઘટના સામે આવી પતંગ પકડવા જતી વખતે અકસ્માત સર્જાયાની 6 ઘટના સામે આવી છે. આ ઉપરાંત ધાબા ઉપર પતંગ ઉડાવતા ઉડાવતા પડી જવાની 7 ઘટના સામે આવી છે જયારે એક ઇલેક્ટ્રિક કરંટ લાગવાની 1 ઘટના સામે આવી હતી.

108 ટીમમાં આજે વધુ કોલ આવી રહ્યા છે ભાવનગર 108 ની ટીમ અચાનક કેસ માં વધારો સામે જોવા મળતાં તમામ ટીમ સતર્ક થઈ ગઈ છે. જેના કારણે 108ના કર્મીઓને પણ દોડધામ મચી જવા પામી છે તમામ ને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...