તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂના કોર્પોરેટરો અને રાજકીય પક્ષો અમે લોકો સાથે જોડાયેલા છીએ અને લોકોના કામ કર્યાં છે તેવો દાવો કરે છે પણ જ્યારે શહેરના 13 વોર્ડમાં સૌરાષ્ટ્ર સમાચારની ટીમે જુદા જુદા મતદારોનો સંપર્ક કરી સર્વે કર્યો તો ઘણા બધા લોકોને તેમના વોર્ડના ચાર કોર્પોરેટર કોણ છે તેની પણ જાણ ન હતી. મહિલા કોર્પોરેટરોને બદલે મોટાભાગના લોકો તેમના પતિને ઓળખતા હતા. ચૂંટણીમાં મત મેળવી જીતી જવું એ વાત જુદી છે અને લોકોની વચ્ચે રહી લોકોના કામ કરવા તે વાત જુદી છે ત્યારે આ સર્વેના તારણો રાજકિય પક્ષો માટે પણ આંખ ઉઘાડનારા બની રહેશે.
ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડ માટેની 52 બેઠકોની ચુંટણી આગામી તા.21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ત્યારે સૌરાષ્ટ્ર સમાચારની ટીમ દ્વારા ગત 5 વર્ષ નગરસેવક તરીકે સેવામ બજાવી ચૂકેલા કોર્પોરેટરોના નામ કેટલા મતદાતાઓને પુરા યાદ છે તેનું સર્વેક્ષણ કરતા તારણ આવ્યું છે કે માત્ર 11 ટકા મતદારોને તેમના વોર્ડના ચારે ચાર કોર્પોરેટરના નામ યાદ હતા. બાકી 23 ટકા તો એવા હતા કે જેને પોતાના વોર્ડમાં કોણ કોર્પોરેટર છે તેની જાણ ન હતી. લોકોના સતત સંપર્કમાં રહેવાનો દાવો કરનારા રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો માટે આ તારણ ઉંઘ ઉડાડનારૂ છે.
ભાવનગર શહેરમાં 13 વોર્ડમાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં પુરૂષ અને મહિલા મતદારોનો સંપર્ક કરવામાં આવતા મોટા ભાગના લોકોને ગત ટર્મના નગરસેવકોના નામ યાદ કરવામાં ભારે તકલીફ પડી હતી. એક એવું પણ તારણ આવ્યું છે કે મહિલા કોર્પોરેટરના નામ યાદ હોતા નથી. પુરૂષ કોર્પોરેટર શેરી, બજાર, સોસાયટીઓમાં વધુ ફરતા હોય તેમના નામ કેટલાકને યાદ હતા.
આ માટે શહેરમાં સૌરાષ્ટ્ર સમાચારની ટીમે જે સર્વે કર્યો તેમાં વિસ્તારમાં જઇને તેમના કોર્પોરેટરના નામ પૂછ્યા હતા. જેમાં કેટલાકે તો નિષ્ક્રિય ઉમેદવાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે ઉમેદવારોને ચૂંટ્યા તેની પહેલા ઉમેદવારોના પ્રચાર વેળાએ તો ખાસ્સા જોવા મળતા હતા પણ પછીના 5 વર્ષમાં ભાગ્યે જ દેખા હોય તેમના નામ યાદ નથી.
મહિલા કોર્પોરેટરના પતિદેવનું નામ યાદ
આ સર્વેમાં એક રસપ્રદ તારણ એ ખૂલ્યું છે કે, 7 જેટલા વોર્ડમાં 220 જેટલા મતદારોને પોતાના વોર્ડના મહિલા કોર્પોરેટરનું નામ યાદ ન હતું પરંતુ ઊંડી તપાસ કરતા આ મતદારોને મહિલા કોર્પોરેટરના પતિદેવનું નામ યાદ આવ્યું હતું. કારણ કે, તેઓ સોસાયટી અને શેરીઓમાં લોકો સાથે વધુ સંપર્કમાં રહ્યા હતા.
પક્ષ યાદ હતો પણ કોર્પોરેટરના નામ નહીં
ગત 2015ની કોર્પોરેશનની ચૂંટણીમાં ઘણા મતદારોને પોતે મત ભાજપ કે કોંગ્રેસને આપ્યો તે તો યાદ હતુ઼ં યાદ હતું પણ તેના ક્યા ઉમેદવાર પાંચ વર્ષથી તેના વોર્ડમાં ચૂંટાયેલા તે યાદ ન હતુ. આમ, કમળ કે પંજો એટલું યાદ હતું પણ પોતે ચૂંટેલા કોર્પોરેટરના નામ પછી ક્યારેય મહાશય તેમના વિસ્તારમાં ડોકાયા ન હોય તે યાદ ન હતુ.
સર્વેના રસપ્રદ તારણ
પોતાના વોર્ડના ચારેય કોર્પોરેટરના નામ યાદ હોય તેવા 11 ટકા
પોતાના વોર્ડના ત્રણ કોર્પોરેટરના નામ યાદ હોય તેવા 13 ટકા
પોતાના વોર્ડના બે કોર્પોરેટરના નામ યાદ હોય તેવા 26 ટકા
પોતાના વોર્ડના એક કોર્પોરેટરનું નામ યાદ ન હોય તેવા 27 ટકા
પોતાના વોર્ડના એક પણ કોર્પોરેટરના નામ યાદ હોય તેવા 23 ટકા
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.