રખડતા ઢોર મુક્ત ભાવનગર:જો તંત્રની ઈચ્છાશક્તિ હોય તો રખડતા ઢોરની સમસ્યામાંથી લોકો મુક્ત બની શકે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ઢોરની અડફેટે વધુ જિંદગી ન હોમાય તે જરૂરી
  • જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા રખડતા ઢોરને સાચવવાની અને નિભાવવાની દર્શાવેલી તૈયારી લેખિતમાં કરાયેલી જાણ

ભાવનગરમાં રખડતા ઢોરને કારણે અનેક માનવ જિંદગી હોમાય ગઈ છે. ભાજપના માજી ડે.મેયર ગોવિંદભાઈ કુકડેજાનું પણ રખડતા ઢોરની અડફેટે મૃત્યુ થયુ છે ત્યારે રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા તંત્ર પાસે કોઈ ચોક્કસ દિશા કે આયોજન નથી. જો કે ભાવનગરની જીવદયા પ્રેમી સંસ્થા દ્વારા રખડતા તમામ માલિકી વગરના ઢોરને સાચવવાની અને નિભાવવાની તૈયારી બતાવવામાં આવી છે. હવે ઢોરની અડફેટે વધુ માનવ જિંદગી હોમાય તે માટે તંત્રની ઈચ્છાશક્તિ હોય તો આ સમસ્યામાંથી લોકોને છુટકારો અપાવી શકે તેમ છે.

ભાવનગર જિલ્લા જીવદયા પરિવાર ટ્રસ્ટ દ્વારા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે તંત્રવાહકો અને ચૂંટાયેલા નેતાઓને એક લેખીત ઓફર આપવામાં આવી છે. આ ટ્રસ્ટે જણાવ્યુ છે કે રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત થાય છે અને લોકો મૃત્યુ પણ પામેલ છે. સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા રખડતા ઢોર મુક્ત ભાવનગર અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે ત્યારે આ સંસ્થા દ્વારા રખડતા ઢોરને સાચવવા અને નિભાવવાની તૈયારી બતાવવામાં આવી છે અને આ અંગેની સંબંધીત તંત્રવાહકો અને નેતાઓ, ભાજપના હોદ્દેદારોને લેખીત જાણ પણ કરવામાં આવી છે.

ગુજરાત ગૌરક્ષા સમિતિના અધ્યક્ષ અને શ્રેષ્ઠ ગૌરક્ષા એવોર્ડ પ્રાપ્ત કરનાર અને 2900 જેટલા ઢોર બચાવનાર સંદીપદાન ગઢવીએ જણાવ્યુ છે કે ભાવનગર મહાનગરપાલિકા જીવદયા પરિવાર ટ્રસ્ટને ઢોર રાખવા માટે ગૌશાળા માટેની જમની ફાળવી અાપે તો માલીક વગરના ગૌવંશોને રાખી તેની માવજત કરવામાં આવશે અને લોકો રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્ત બની શકે તેમ છે. આ અગાઉ રખડતા ઢોર પ્રશ્ને પગલા લેવામાં મહાનગરપાલિકા દ્વારા પાંજરાપોળ ઢોર રાખવા તૈયાર નથી થતી એવો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...