તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાણાની હેરફેરનું કૌભાંડ:ભાવનગરમાં વધુ નાણા કમાવવા લોકો કરી રહ્યા છે ગેર-કાયદે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટો કરન્સી હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. ક્રિપ્ટો કરન્સીમાં ગેરકાયદે રીતે નાણાંની હેરફેર કરવાનું ભાવનગરમાં મોટા પાયે ચાલી રહ્યું છે. સુરત ખાતેથી ઓપરેટ થઇ રહેલા ક્રિપ્ટો કરન્સી ટ્રાન્જેક્શન ભાવનગરના ઉદ્યોગપતિઓ, તબીબો દ્વારા મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં જ ભાવનગરના એક યુવક દ્વારાઊંચા વ્યાજના દરે કરોડો રૂપિયા લઇ અનેઅન્યત્ર રોકાણ કરવામાં આવ્યા હતા અને આ યુવકનું અકાળે અવસાન થતાં અનેક લોકોનાં નાણાં ફસાઈ ગયા છે. ભાવનગરના એક તબીબ પુત્ર દ્વારાશહેરના ઉદ્યોગપતિઓ તબીબોને ક્રિપ્ટો કરન્સીમાં નાણાં રોકવા માટે ની સમજ આપી અને તેના અંગેની ગેરકાયદે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે અત્યાર સુધીમાં તબીબી પુત્ર દ્વારા ક્રિપ્ટો કરન્સી માં કરોડો રૂપિયાનું રોકાણ ભાવનગરના લોકોનું કરાઈ ચૂક્યું છે.

કઇ રીતે વેપારીઓ, તબીબો કુંડાળામાં આવ્યા?
ભાવનગરના એક તબીબ પુત્ર દ્વારા ક્રિપ્ટો કરન્સી, ગોલ્ડના ટ્રાન્ઝેકશન માટે સ્થાનિક વેપારીઓ, તબીબો, નાગરિકો પાસેથી પ્રતિ માસ 4% નાણા આપવાની બાંહેધરી સાથે કરોડો રૂપિયાનું રોકાણ મેળવવામાં આવે છે. દર શુક્રવારે માસિક વ્યાજના અઠવાડીક હપ્તાની રકમ નિયમીત રીતે ચૂકવવામાં પણ આવે છે. ગેરકાયદે રીતે ક્રિપ્ટો કરન્સીમાં નાણા રોકવામાં આવે છે, સુરતમાં આવા સોદા પડી રહ્યા છે અને તેનો ભાવનગર ખાતે કરોડો રૂપિયાનો વહિવટ ચાલી રહ્યો છે. બેંકોમાં વ્યાજ ક્ષુલ્લક થઇ ગયુ છે, રીઅલ એસ્ટેટમાં ખાસ વળતર છેલ્લા એક વર્ષમાં છુટી રહ્યું ન હતુ, તેથી તબીબ પુત્રની 48% વાર્ષિક (માસિક 4%)વ્યાજની ઓફરની લાલચમાં અનેક લોકો આવી ગયા છે.

કઇ રીતે ક્રિપ્ટો કરન્સીની લે-વેચ થઇ રહી છે
ભાવનગરમાંથી ક્રિપ્ટો કરન્સીના સોદા બે રીતે થાય છે. ઓપરેટરોને ફિક્સમાં રમવા આપો તો તેઓ 4થી 5% માસિક ફિક્સ વળતર આપી દે છે. અન્યથા રોકાણકારે પોતાની રીતે રમવું હોય તો નિશ્ચિત આંગડીયામાં પૈસા જમા કરાવો તો મોબાઇલ એપમાં ડોલરની ક્રેડિટ આવી જાય છે. તે મુજબ રોજ ક્રિપ્ટોની હાર-જીત થાય છે. જો નાણા પરત જોઇતા હોય તો આંગડીયામાંથી વટાવી શકાય છે. સટ્ટો ડોલરના માધ્યમથી રમાય છે. લોકો ઓપરેટરો થકી ફિક્સમાં રમવાનું વધુ પસંદ કરે છે, અને નાણા તેઓને તબદીલ કરી આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો