હોબાળો:કચરો ફેંકતા ત્રણ શોરૂમને દંડથી સર્જાયેલો હોબાળો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આનાકાની કરતા અધિકારી દોડી આવ્યા
  • તંત્ર દ્વારા ક્લિન સીટી માટે કવાયત, વાઘાવાડી રોડના દુકાનદારોને પાંચ પાંચ હજારનો દંડ

મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ગંદકી ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી યથાવત રાખતા આજે વાઘાવાડી રોડ પર ત્રણ શો રૂમમાંથી કચરો રસ્તા પર નાખતા ભારે માથાકુટ બાદ 15 હજારનો દંડ ફટકાર્યો હતો.

શહેરને ક્લિન સીટી બનાવવા કોર્પોરેશન દ્વારા કવાયત હાથ ધરી છે. સીસી ટીવી કેમેરાના માધ્યમથી અને સાથો સાથ સેનેટરી ઈન્સ્પેક્ટર દ્વારા વોર્ડના રાઉન્ડ લગાવી ગંદકી ફેલાવતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરી રહ્યા છે. આજે વાઘાવાડી રોડ પર કાળાનાળા અષ્ટવિનાયક કોમ્પલેક્ષમાં આવેલ કેન્ટાબીલ, ઓક્ઝમ્બર્ગ અને બ્લુ બુધ્ધા શોરૂમમાંથી જાહેર રોડ ઉપર કચરો નાખી ગંદકી કરતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સ્થળ પર દંડ ભરપાઈ કરવાનું કહેતા દુકાનદારો દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી કાર્યપાલક ઈજનેર જયેશ સોમપુરા સહિતના સ્થળ પર દોડી આવ્યા હતા. અને સ્થળ પર જ ત્રણેય દુકાનદારોને પાંચ પાંચ હજારનો દંડ ભરપાઈ કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...