શિક્ષાત્મક પગલા:રોડની બેદરકાર એજન્સી સામે સ્ટેન્ડિંગનો પેનલ્ટીનો દંડો

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.9.81 કરોડના કામો મંજૂર કરાશે
  • 120 દિવસનું રોડનું કામ 454 દિવસમાં પૂર્ણ કર્યું, ઓમ કન્સ્ટ્રક્શન સામે અગાઉ શિક્ષાત્મક પગલા લીધા હતા

ભાવનગર કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી પણ અસલ મિજાજમાં આવી હોય તેમ બેદરકાર એજન્સીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. ઇસ્કોન મેગા સીટી પાસે ચાર માસના રોડના કામમાં એજન્સી દ્વારા ગંભીર બેદરકારી દાખવી મૂળ સમય મર્યાદા કરતા 334 દિવસનો કામમાં વધારો થતા મળવાપાત્ર 90 દિવસની સમય મર્યાદા વધારી 244 વિલંબિત દિવસોની પેનલ્ટી વસૂલ કરવા આગામી 15મી ના રોજ મળનારી સ્ટેન્ડિંગમાં નિર્ણય કરાશે.

કોર્પોરેશનની આગામી તારીખ 15 મી ના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેવર રોડ, પેવિંગ બ્લોક, રિ કાર્પેટ, ડ્રેનેજ પાઈપ લાઈન અને અપગ્રેડ સહિતના રૂ.9.81 કરોડના કામોને મંજુર કરવામાં આવશે. તદુપરાંત ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં ડ્રેનેજના અપગ્રેડ કામમાં રૂ.16.19 લાખનો વધારાનો ખર્ચ મંજુર કરવા, આવાસ યોજનાના જુદા જુદા કામોમાં સમય મર્યાદા વધારવા, નારી ગામ પાસે મેડિકલ કોલેજ બનાવવા પબ્લિક હાઉસિંગ ફોર બાડાનું રિઝર્વેશન રદ કરી મેડિકલ કોલેજ માટે રહેણાંક ઝોનની દરખાસ્ત કરવાની મંજૂરી આપવા સહિતના જુદા જુદા 24 કામોનો ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇસ્કોન મેગા સિટી પાસે રોડના કામમાં અતિશય વિલંબ કરી બેદરકારી દાખવનાર ઓમ કન્સ્ટ્રક્શન એજન્સીને 244 દિવસની પેનલ્ટી ફટકારવાનો નિર્ણય કર્યો છે. અગાઉ પણ આ જ એજન્સીના કાર્યો પણ રદ કરી પાઠ ભણાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...