| ભાવનગર આરટીઓ દ્વારા શહેરમાં નિયમ વિરૂધ્ધ ચાલી રહેલા વાહનો સામે ચેકીંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ગેરકાયદે ચાલકો વાહનો સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આર.ટી.ઓ દ્વારા આ પ્રકારની કાર્યવાહી એક અઠવાડીયું શરૂ રહેશે. આર.ટી.ઓ દ્વારા શહેરમાં દેવરાજનગર,કાળીયાબીડ તેમજ જયાં વધુ પ્રમાણમાં સ્કુલ વાહનોની અવર જવર રહેતી હોય તેવા સ્થળોએ સઘન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બે દિવસમાં 170 જેટલા વાહનોનું ચેકીંગ કરાયુ હતુ અને 49 જેટલા વાહનો સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવી હતી.આર.ટીઓ દ્વારા મંગળવારે 38 વાહનોને અને બુધવારે 11 વાહનો મળીને બે દિવસમાં કુલ 49 વાહનોને ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને મોટર વ્હીકલ એકટ હેઠળ દંડ વસુલાયો હતો.આર.ટી.ઓ દ્વારા આડેધડ નિયમ વિરૂધ્ધ દોડાવાઇ રહેલા સ્કુલ-કોલેજના વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં શહેરની નંદકુંવરબા મહિલા કોલેજની બે બસને પણ ડિટેઇન કરવામાં આવી હતી.
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (આરટીઓ )ભાવનગર ડી.એચ.યાદવના જણાવ્યા મુજબ એક સપ્તાહ સુધી આરટીઓ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી ચાલુ રહેશે અને ગેરકાયદે કે નિયમ વિરૂધ્ધ ચલાવાતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ વાલીઓએ પોતાના સંતાનોની સલામતિ માટે સજાગ રહેવું જોઇએ. પોતાનું સંતાન કયાં વાહનમાં સ્કુલ કે કોલેજ જાય છે અને વાહનની કાયદેસરતા વિશે પણ જાણકારી હોવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.