તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંદલની વિધિ:ધોઘા ખાતે યોજાતો પીરનો ઉર્ષ પ્રોગ્રામ મોકુફ : સાદગીથી સંદલની વિધિ કરાશે

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘોઘાના દરિયા કિનારા નજીક આવેલા હઝરત પીરાને પીરના છિલ્લા મુબારક ઉપર દર 11મી શરીફે ત્રણ દિવસીય ઉર્ષ શરીફ ઉજવાતો હતો આ વર્ષે કોરોના મહામારીના કારણે બંધ રાખેલ છે.11મી શરીફે ત્રણ દિવસીય ઉર્ષ શરીફ દર વર્ષે ઉજવવામાં આવતો હતો આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઇ સરકારની ગાઇડ લાઇન પ્રમાણે ઉર્ષ મુબારક નિમિતે યોજાતો લોક મેળો, સંદલ શરીફનુ ઝુલુસ, કવ્વાલી, મિલાદ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે.

પરંપરાગત પીરાને પીરની જગ્યાએ ધાર્મિક વિધિ સાદગીથી સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરીને સાદગીથી તા.26ને ગુરૂવારે ફકત સંદલ શરીફની વિધિ સાદગીથી કરવામાં આવશે. તેમજ દિવસના તમામ ધાર્મિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે. તેમ દરગાહ શરીફના વહીવટકર્તા અને ટ્રસ્ટી સૈયદ મહેમુદમીયા મુસાનીયાએ જણાવ્યુ હતુ.લોકોએ ઘરેથી દુવા કરવી.

અન્ય સમાચારો પણ છે...