ચુકવણી:વેટ કાયદા તળે 50 હજારથી વધુની ચુકવણી ઓનલાઇન

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇલેકટ્રોનિક પધ્ધતિથી વેરો વસુલવામાં આવશે
  • તમામ વેપારીઓ માટે આગામી 1લી સપ્ટેમ્બરથી અમલ

ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ (વેટ કાયદા) તળે તંત્ર દ્વારા કોઇ એક ટેક્સ પીરીયડમાં ભરવાપાત્ર કુલ રકમ (વેરો, વ્યાજ, દંડ સહિત) 50હજાર રૂપિયાથી વધુ હોય ત્યારે આવી રકમ ફરજીયાતપણે ઇલેકટ્રોનિક પધ્ધતિથી (ઓનલાઇન) ચૂકવવાનું તા.1લી સપ્ટેમ્બરથી અમલી બનશે.

કરદાતાને વેટ કચેરીમાં જઇને મેન્યુઅલ ચલણો રજૂ કરવામાંથી મુક્તિ આપવા તેમજ, સમય, શ્રમ અને સ્ટેશનરીનો વ્યય અટકી શકશે. કોઇપણ ટેક્સ પીરીયડ માટેની વેટ કાયદા તળે ચૂકવવાની થતી વેરો, વ્યાજ, દંડ સહિતની તમામ રકમ વેપારીઓએ તા.1લી સપ્ટેમ્બરથી ઓનલાઇન પધ્ધતિ પ્રમાણે ચૂકવવા અંગે વાણિજ્યક વેરા કમિશનર દ્વારા પરિપત્ર રજૂ કરવામાં આવ્યો છે.

ઓનલાઇન ચૂકવણીમાં વન ટાઇમ સેટલમેન્ટ હપ્તાની સવલત ધરાવતા વેપારીઓને ચૂકવવા પાત્ર રકમ, બેન્ક એટેચમેન્ટ અન્વયે બેન્ક પાસેથી આવતી રકમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પદ્ધતિનો અમલ આગામી તારીખ 1 સપ્ટેમ્બરથી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...