તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:બ્લેક ફંગસથી વધ્યા સોમેટોફોર્મ ડિસઓર્ડરનાં દર્દીઓ

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દર્દીઓ ફૂગનાં બિકે શાકભાજી અને ફળો ખાવાનું બંધ કરે, સતત સિટી સ્કેન કરાવતા રહે જેવા લક્ષણો
  • ગંભીર રોગના લીધે મૃત્યુ થશે તેવી ચિંતાનો ડિસઓર્ડર, વર્ષો પહેલાં કેન્સરનાં દર્દીઓમાં જોવા મળતો

ભાવનગરમાં મ્યુકોરમાયકોસીસનાં વધી રહેલા દર્દીઓની સાથેસાથે કોરોના થી સાજા થયેલા દર્દીઓમાં ફૂગના સંક્રમણનો ખુબ ભય ફેલાયો છે. રોજિંદા ઘણા લોકો કોરોના બાદ મને આ ફૂગ નું સંક્રમણ લાગી જશે તે વિચારથી રાત્રે સૂઈ પણ શકતા નથી. આ માનસિક અવસ્થા ને સોમેટોફોર્મ ડિસઓર્ડર કહેવામાં આવે છે. આ એવા ડિસઓર્ડરનો સમૂહ છે જેમાં વ્યક્તિ ને ચોક્કસ સારવાર ન હોય તેવા રોગથી બીક લાગે છે. ભાવનગર માં રોજિંદા કોરોના થયા બાદ કે કોરોના થયા વિનાનાં 2 દર્દીઓ મનોચિકિત્સક પાસે પહોંચે છે. આ રોગને લીધે દર્દીઓમાં સોમેટોફોર્મ ડિસઓર્ડર જેવા માનસિક રોગની શકયતા પણ વધી ગઈ છે.

દરેક વ્યક્તિ પોતાની આસપાસ ઘણું બધું વાંચતો હોય છે કેટલાક લોકો આ માહિતી વાંચ્યા પછી માનસિક તાણ અનુભવવા લાગે છે. મનોચિકિત્સકો નાં જણાવ્યા અનુસાર દરદીઓ ને અચાનક નાક બંધ થઇ જવું, નાની છીંક, વધારે ઉધરસ જેવા લક્ષણોથી ગભરાટ થાય છે. કેટલા દરદીઓએ તો ફૂગ નાં બિકે શાકભાજી અને ફળો ખાવાનું બંધ કરી દીધું છે. દર્દીઓ વિના કારણ સી.ટી.સ્કેન કરાવે છે અને રિપોર્ટ નોર્મલ હોય તો પણ ચિંતામાં સૂતા નથી. આવા દરદીઓને ઈ. એન.ટી. સર્જન દ્વારા સમજાવવામાં તો આવે છે પરંતુ સોમેટોફોર્મ ડિસઓર્ડર નાં દર્દીઓ માટે રોગનું કારણ ફક્ત માનસિક હોવાથી મનોચિકિત્સકની મદદની જરૂર પડે જ છે.

આ ડિસઓર્ડર નાં દર્દીઓને કાઉન્સેલિંગ અને રોગ થયેલ નથી તેવી ધરપત આપવાથી રાહત થતી હોય છે. લગભગ 4 વાર દર્દીઓ સાથે આવા સેશન કરવાથી તેમના પ્રશ્નો નિવારી શકાય છે. પરંતુ કેટલાક દર્દીઓમાં જો તણાવ ખૂબ વધી ગયો હોય તો તેમને તણાવ વિરોધી દવા પણ આપવી પડતી હોય છે. આવા દરદીઓને થોડા સમય માટે રોગ વિશેનું સાહિત્ય ઓછું વાંચવાની, વધારે નેગેટિવ ન વિચારવાની અને ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાની સલાહ આપવામાં આવે છે.

શું છે સોમેટોફોર્મ ડિસઓર્ડર
આ ડરથી થતો ડિસઓર્ડર છે. જેમાં દરદીને સતત કોઈ ગંભીર બિમારીથી મૃત્યુ થવાની બીક રહે છે. વર્ષો પહેલાં આ ડિસઓર્ડર કેન્સર નાં લીધે થતો હતો. જેમાં માવો ખાતી વ્યક્તિને મોઢામાં એક ચાંદુ પણ પડે તો પોતાને કેન્સર છે તેવી ભય પેદા થાય. મ્યુકોરમાયકોસીસ માં પણ એ માનસિકતા નું પુનરાવર્તન થઈ રહ્યું છે. આસપાસ નાં માધ્યમોથી જે તે રોગ વિશે વાંચવું આ ભયમાં વધારો કરે છે. આ ડિસઓર્ડર નાં દર્દીઓના તમામ રિપોર્ટ અને શારીરિક સ્થિતિ સંપૂર્ણપણે નોર્મલ હોય છે.

અન્ય સમાચારો પણ છે...