કામગીરી:સર ટી.ખાતે દર્દીઓને ધક્કા ન ખાવા પડે તેવી સૂચના અપાઇ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકપ્રશ્નો સાંભળતા સમયે વ્હીલચેરની ઘટનાં પ્રશ્ન માટે વિભાવરીબેને ગ્રાન્ટ ફાળવી

સર ટી હોસ્પિટલમાં ધારાસભ્ય બન્યા પછી નિયમિત દર મહિને પ્રશ્નો સાંભળવા નો નિત્ય કર્મ જળવાઈ રહે તે માટે બર્ન્સ વોર્ડ ની બાજુમાં વિસામા પર સવારે વિભાવરી બેન દવે દ્વારા લોક પ્રશ્નો સાંભળવામાં આવે છે. જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિ ને વીમા મેળવવા જરૂરી કાગળો મેળવવા અહીં થી તહીં ધક્કા ખાવા પડતા હોવાની ફરીયાદો , વ્હીલ ચેર ન મળતી હોવાની ફરિયાદો વગેરે જીવ પ્રશ્નો સાંભળીને તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે છે. વીમા ની કામગીરીમાં પ્રક્રિયા મુજબ લોકો સર. ટી. હોસ્પિટલ નાં સ્ટોર વિભાગ માં ફોર્મ ભરી આપે ત્યારબાદ સ્ટોર વિભાગ એ કાગળો મેડિસિન વિભાગ માં મોકલી આપતા હોય છે.

પછી જરૂરી કાર્યવાહી કરી મેડિસિન વિભાગ તે સ્ટોર વિભાગ ને પરત કરે અને લાભાર્થી ને મળતા હોય છે. જેમાં માત્ર 15 દિવસ ની અંદર કાર્યવાહી કરવા ની હોય છે જે 3 કે 4 મહિને પણ થતી નહિ હોવા ની ફરિયાદ નો તાત્કાલિક ઉકેલ લાવી 10 થી 15 દિવસ માં કાર્યવાહી પુરી કરી આપવા વિભાગો ને વ્યવસ્થા કરી આપવા સૂચના અપાઈ હતી. ઉપરાંત વ્હીલ ચેર અંગેની ફરિયાદો માટે દરદીઓ માટે તાત્કાલિક એમ.એલ. એ ગ્રાન્ટ આપવામાં આવી હતી. દર્દીઓ માટે વ્હીલ ચેરની ઘટ અંગેની ફરિયાદો ઓછી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...