તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સરકારી હોસ્પિટલમાં આંતરિક સંકલનના અભાવથી દર્દી હેરાન

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દર્દીઓ લાચાર, લાગવગ હોય તો સારવારમાં પ્રાથમિક્તા

ભાવનગરમાં કોરોનાની સ્થિતિ સતત વણસી રહી છે તેની સાથે સાથે સર ટી. હોસ્પિટલની પરિસ્થિતિમાં પણ કોઇ સુધાર આવી રહ્યો નથી. કોરોનાથી પીડાતા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવે છે ત્યારે ચલક ચલાણુની જેમ દર્દીને અહીં તહીં ભટકાવી અને અધમૂવો કરી નાંખવામાં આવે છે. ઉપરાંત અજાણ્યા દર્દીઓની સારવારમાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવતુ નથી. જ્યારે લાગવગ ધરાવતા દર્દીઓને પ્રાથમિક્તા મળી રહી છે.

ઉચ્ચ અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, વહિવટી સ્ટાફમાં સંકલનનો સ્પષ્ટ અભાવ જોવા મળે છે. ક્યારેક ક્યારેક સુચનાઓ પ્રસારિત થતા પહેલા દર્દીની હાલત ખરાબ સ્થિતિમાં પહોંચી જાય છે. કોરોના દર્દીઓની સારવાર, કોરોનાથી કે કો-મોરબિડ મૃત્યુ થયુ હોયતેવા કિસ્સામાં શું કરવું તેના અંગે વહિવટી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, તબીબો, ઉચ્ચ અધિકારીઓ જુદી જુદી વાતો કરે છે તેના કારણે મૃતકના સગા-સંબંધીઓને પાર્થિવ દેહ લઇ જવામાં પણ કલાકોનો સમય વિતાવવો પડે છે, અને આવા કારણોથી ઘર્ષણના બનાવો બને છે.

દર્દીઓના સગા-સંબંધિઓને દર્દીઓની સારવાર અંગે, તબીયત અંગે સાચી માહિતી સમયસર આપવામાં આવતી નથી. ઉપરાંત વોર્ડમાં કોરોનાની સારવાર લઇ રહેલા પૈકી કોઇનું અવસાન થાય તો તેને અન્યત્ર ખસેડવામાં પણ ખાસ્સો સમય લગાડવામાં આવે છે. આવી ઘટનાઓને કારણે કોરોનાની સારવાર લઇ રહેલા અન્ય દર્દીઓ રીતસરના ડઘાઇ જાય છે, અને અમારી હાલત પણ અહીં આવી જ થશે એવા સંદેશા સગા-સંબંધિઓને પ્રસારિત કરે છે. સંકલનના અભાવને કારણે સમગ્ર તંત્ર લકવાગ્રસ્ત બની રહ્યું છે.

કિસ્સો-1 : સવારના આવેલા, સાંંજે દાખલ થયા
સિવિલ હોસ્પિટલમાં કોરોનાની શંકા હોવાથી સારવાર માટે સવારથી આવ્યા હતા, કેસ કઢાવવાથી લઇ, રિપોર્ટ, અન્ય કાર્યવાહી કરવા સુધીમાં બપોરના 3 વગાડી દીધા, ત્યાં સુધી જમીન પર દર્દીને સુવાડી રાખવા પડ્યા. એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા જ ખવડાવતા હતા, સાંજે દાખલ કરાયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો