તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:ઘોઘા દહેજ ફેરી સર્વિસમાં મુસાફરોને પડી અગવડતા

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • 6 થી સાંજના 4 સુધીની આખી સફર પડી

આજે સુરતથી મુસાફરો ઘોઘા દહેજ ફેરી સર્વિસમાં ભાવનગર આવવા નીકળ્યા હતા, તેમાં વારંવારની ફરિયાદ જેમ ફરી તંત્રના નબળા વ્યવસ્થાપનના લીધે તેમને અગવડતા પડતા સવારના 6 વાગ્યે નીકળેલા મુસાફરો ઘરે સાંજે 4 કલાકે પહોંચી શક્યા હતા.મુસાફર ભરતભાઈ નાકરાણીએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હદ તો ત્યારે થઈ હતી જ્યારે શિપ 1 વાગ્યે ઘોઘા એંકરેજમાં પહોંચી ગયું હોવા છતાં બીચિંગ થવામાં 3 વાગ્યા હતા.જેનાથી 2 કલાક ઘણી ફરિયાદો ઉઠાવવામાં આવી હતી,પરંતુ અમારું સાંભળવાવાળું કોઈ ન હતું.

કોઈ જવાબદાર માણસ હતા નહીં
"માત્ર ને માત્ર મિસ મેનેજમેન્ટનું આ ફેરી સર્વિસ ઉદાહરણ છે. ન કોઈ વ્યવસ્થા, ન સિક્યુરિટી કે ન ટ્રાફિક મેનેજમેન્ટ,કોઈ જવાબદાર માણસ હાજર નહીં, ફરિયાદ કરવાની કોઈ વ્યવસ્થા નહીં. જેનાથી બધા હેરાન પરેશાન થઈ ગયા હતા.- ભરતભાઈ નાકરાણી, મુસાફર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો