'શાળા ગૌરવ' સન્માન:પરવડી બ્રાન્ચ શાળા પરિવાર દ્વારા શિક્ષક પરેશકુમાર હિરાણીને સન્માનિત કરવામાં આવ્યા

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગારિયાધાર તાલુકાની પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણીને શાળા તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ અને સરાહનીય કામગીરી કરવા બદલ મોરારીબાપુ ના વરદહસ્તે તલગાજરડા ખાતે "ચિત્રકૂટ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ સન્માનિત થયા છે
ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી શિક્ષક તથા ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડથી પણ પરેશકુમાર હિરાણી સન્માનિત થઈ ચુક્યા છે. ત્યારે પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક કલ્પેશભાઈ ચુડાસમા અને મનોજભાઈ તથા શાળા પરિવાર દ્વારા પરેશકુમાર હિરાણી ને "શાળા ગૌરવ" સન્માનથી સન્માનિત કર્યા હતા.

શાળાના બાળકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી
આવા ઉચ્ચ અને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થઈને પરેશકુમાર હિરાણીએ સમગ્ર શાળા પરિવાર, પરવડી ગામ ગારિયાધાર તાલુકા અને ભાવનગર જિલ્લાનુ ગૌરવ વધારેલ છે. શાળાના બાળકોએ પણ શાળાના મદદનીશ શિક્ષકને સન્માનિત કરાતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...