તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારણા:પાલીતાણામાં સાધ્વીજી ભગવંતોની 100મી ઓળીના રવિવારે પારણા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલીતાણામાં પ્રવચન પ્રભાવક આચાર્ય વિજય મહાપદ્મસૂરિ મ.સા.ની નિશ્રામાં પૂ.સાધ્વીજી નિલદર્શિતાશ્રીજી મ.સા, પૂ.સા.નમ્રદર્શિતાશ્રીજી ગુરૂ શિષ્યાની અદભુત જોડીના વર્ધમાન તપની 100મી ઓળીના પારણા નિમિતે પંચાન્હિકા મહોત્સવ ઉજવાશે.

આ પ્રસંગે પૂ.વિજય મહાધર્મસૂરિ, પૂ.જયભદ્રવિજયજી મ.સા. પૂ.મુનિ મહાયશવિજયજી મ.સા આદિ તેમજ યુગદિવાકર આચાર્ય શ્રીના સમુદાયના વિશાળ શ્રમણી સમુદાય તથા પાલીતાણામાં બિરાજમાન ગુરૂભગવંતો આદિની ઉપસ્થિતિમાં સ્નાત્ર મહોત્સવ, સાંજી ,પંચ કલ્યાણક પુજા, સમુહ સામાયિક, 100 ભાગ્ય ભકિત ડ્રો, શ્રી સિધ્ધચક્ર મહાપુજન, તપોવંદના સહિતના કાર્યક્રમો યોજાશે. પૂ.શ્રીના પારણા માગશર વદ 4 તા.3-1ને સવારે 6-30 કલાકે મેવાડ ભુવન ખાતે થશે. પારણાના દિવસે પાલીતાણા સંઘમાં સંઘ શેષ વિતરણ, 100 ગાયને ઘાસ, 100 પરિવારને કીટ 100 દિવસમા 20 હજાર કિલો જુવાર પક્ષીઓને, 100 જીવોને અભયદાન, 100 ઘરોમાં અનુકંપાદાન, પાલીતાણાના તમામ દેરાસરોના પુજારીઓને ખજૂર અર્પણ દ્વારા બહુમાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો