નજીવી બાબતે હુમલો:ઉમરાળાના લંગાળા ગામે પરિણીતા પર પડોશીએ હુમલો કરી મારમાર્યો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રહેતી પરિણીતા પર પાડોશી શખ્સે સામાન્ય બાબતે હુમલો કરી ઢીંકાપાટુનો માર માર્યો હતો. તેમજ જો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ગઈ તો ઠાર મારી નાંખવાની ધમકી આપી હતી આરોપી નાસી છુટ્યો હતો. આ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

આ સમગ્ર બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રહેતી પરિણીતાએ તેના પાડોશમાં રહેતા નાનજી અરજણ પરમાર વિરુદ્ધ એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેનો પતિ શેરીમાં પાણી ભરતા હતાં તે વેળાએ આરોપી નાનજી જગદીશ સાથે અથડતા પત્નીએ નાનજીને જોઈને ચાલવાનું કહેતા ઉશ્કેરાયેલા નાનજી એ મહિલા પર હુમલો કરી ઢીકાપાટુંનો મૂંઢમાર મારી પેડુમા લાતો મારી હતી. તેમજ જો ફરિયાદ કરવા પોલીસ મથકે જઈશ તો ઠાર મારી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યો હતો. આ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...