સતત છઠ્ઠી વખત વિજેતા:ગ્રામ્યમાં છઠ્ઠી વાર પરસોતમભાઈની જીત, 73484 મતથી વિજેતા બન્યા

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત ચૂંટણી કરતા આ વખતે 42,491 વધુ મત
  • મત ગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના પરસોતમભાઈ સોલંકી આગળ રહ્યા હતા

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી ચૂંટણીના ઉમેદવારો જાહેર થતા જ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ભાજપના ફાળે જવાનું અનુમાન રાજકીય વર્તુળોએ કરી લીધું હતું. ભાવનગર ગ્રામ્ય બેઠક પર સતત છઠ્ઠી વાર પરસોતમભાઈ સોલંકી વિજેતા બન્યા છે. આ વખતે પણ ભાવનગર ગ્રામ્યની બેઠક પર કોંગ્રેસ કે આપનો જાદુ ચાલ્યો ન હતો. વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા સહિતના છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

મત ગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના પરસોતમભાઈ સોલંકી આગળ રહ્યા હતા. પરસોતમભાઈ સોલંકીને 116034 મત મળતા તેઓ 73484 લીડ થી વિજેતા બન્યા છે. વર્ષ 2017 ની ચૂંટણીમાં પરસોતમભાઈ સોલંકીને 30,993 લીડ મળી હતી. ગત ચૂંટણી કરતા આ વખતે 42,491 મતની લીડમાં વધારો થયો છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં ભાવનગર, ઘોઘા અને સિહોરના વિસ્તારનો સમાવેશ થાય છે. બહુમત કોળી સમાજની વસ્તી ધરાવતા ગ્રામ્યમાં સતત છઠ્ઠી વખત જનતાએ આવકાર આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...