તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાવનગરના શખસે નગ્ન ફોટા વાઈરલ કરી દેવાની ધમકી આપી પરાણે લગ્ન કર્યાં, ઝેરોક્ષની દુકાનમાં પરિચય કરી પ્રેમમાં ફસાવી

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બની બેસેલા પતિએ હવે ડિવોર્સ આપવા માટે પત્નિ પાસે 10 લાખ માંગ્યા, યુવતીએ પોલીસ પાસે મદદ માંગી

પાલિતાણા પંથકની યુવતી સાથે પરિચય કેળવી ઝેરોક્ષની દુકાનના માલિકે દુષ્કર્મ આચરી તેના નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી દઈ પરાણે લગ્ન કર્યા હતા. બની બેસેલા પતિએ હવે ડિવોર્સ આપવા માટે 10 લાખની માંગણી કરતો હતો અને ઘરમેળે સમાધાન નહીં કરતા યુવતિએ પોલીસની મદદ માંગી હતી. પાલિતાણા પંથકની એક યુવતી પોતાના કામ અર્થે પાલિતાણાના કોર્ટ રોડ પર આવેલી મારૂતિનંદન ઓનલાઈનની દુકાનમાં ડોક્યુમેન્ટ્સની પ્રિન્ટ કાઢવા માટે ડોક્યુમેન્ટ વોટ્સએપ વેબથી આપ્યા હતા જેથી તેમનો નંબર દુકાનદાર જગદીશ વલ્લભભાઈ જાદવ (રહે.ભુડરખા, તા. પાલિતાણા) પાસે આવી ગયો હતો.

જેણે આશરે બે માસ સુધી યુવતી સાથે ફોનમાં વાતચીત કરી તેના પ્રેમમાં ફસાવી હતી અને ગત તા. 20/2ના રોજ જગદીશ તેને બાઈક પર ઓમકારનગર સોસાયટીમાં આવેલા તેમના દાદાના દિકરાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને નગ્ન ફોટા પાડ્યા હતા. યુવતીએ આ બનાવની ઘરે કોઈને વાત કરી નહોતી જે બાદ આ યુવકે તા. 3/4ના રોજ યુવતી પોતાની નોકરીએ જતી હતી ત્યારે ઉક્ત યુવકે તેને હેદરશા-તળાજા રોડ પર ઉતરી જવાનું કહેતા તે ત્યાં ઉતરી જતાં જગદીશે ત્યાં આવીને કહેલ કે તું મારી સાથે લગ્ન કરી લે નહીતર તારા નગ્ન ફોટા વાઈરલ કરી દઈશ અને તારા ભાઈ અને બાપુજીને મારીશ.

જેથી યુવતીએ તેની સાથે નગરપાલિકામાં જઈ લગ્ન નોંધણી કરાવી હતી અને હવે જબરદસ્તીથી બની બેસેલા પતિ જગદીશ યુવતીને ડિવોર્સ આપવા માટે સામેથી 10 લાખની માંગણી કરી રહ્યો છે. આ મામલે જ્ઞાતિ લેવલે સમાધાનની વાતચીત ચાલતી હતી પરંતુ તેમાં કોઈ નક્કર પરિણામ નહી મળતા અંતે મહિલાએ જબરદસ્તીથી બની બેસેલા પતિથી છુટકારો મેળવવા પાલિતાણા ટાઉન પોલીસમાં અરજી કરી હતી. જ્યારે આ મામલે તપાસ ચાલી રહી છે. બંન્ને પક્ષો તરફથી નિવેદનો લેવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું પાલિતાણા પીઆઈ એન.એમ.ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...