ધાર્મિક:નવા વર્ષમાં પાંચ રાશિને પનોતી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધન, મકર, કુંભ, મિથુન અને તુલા રાશિને પનોતી

આવતી કાલ તા.5 નવેમ્બરને શુક્રવારથી વિક્રમ સંવત 2078નું નવું વર્ષ ચાલુ થશે ત્યારે આ નવા વર્ષમાં પાંચ રાશિના જાતકોને નાની કે મોટી પનોતીના તબક્કમાંથી પસાર થવું પડશે. વિક્રમ સંવત 2078ના નવા વર્ષમાં પાંચ રાશિના જાતકોને પતોની કાળમાંથી પસાર થવું પડશે. જેમાં મિથુન એટલે કે ક,છ અને ઘ રાશિના જાતકો માટે તાંબાના પાયેથી નાની પનોતી છે જેથી આ સમયગાળો આર્થિક લાભ અને અશાંતિના ફળ અપાવશે. તુલા રાશિ એટલે કે ર અને ત રાશિના જાતકો માટે આ પનોતી તાંબાના પાયે પસાર થશે. આ નાની પનોતીનો સમયગાળો આ રાશિના જાતકોને આર્થિક લાભ અને માનસિક અશાંતિના ફળ અપાવશે. ધનુ એટલે કે ફ,ધ,ભ અને ઢ રાશિના જાતકો માટે સોનાનો પાયો મોટી પનોતીના અંતિમ તબક્કો પગથી પસાર થઇ રહ્યું છે.

આ રાશિના જાતકોને આ સમયગાળો ચિંતાદાયક બની રહેશે. મકર એટલે કે ખ અને જ રાશિના જાતકો માટે લોઢાના પાયે હાલ મોટી પનોતી છાતીએથી પસાર થઇ રહી છે. આ સમયગાળો મકર રાશિના જાતકો માટે માનસિક બેચેની, ચિંતા, અશુભ ફળદાયી બની રહેશે. જ્યારે કુંભ એટલે કે ગ અને શ રાશિના જાતકો માટે મોટી પનોતી માથેથી પસાર થઇ રહી હોય આ સમયગાળો મહેનત, મજૂરી કરાવે અને અશુભ ફળ અપાવશે.

અન્ય સમાચારો પણ છે...