ભાવનગર શહેરમાં પીવાના પાણીની અછત એ ભૂતકાળ બની ગયો છે. એકંદરે વાત કરીએ તો આવનારા 20 વર્ષ યાને કે વર્ષ 2040 સુધી ભાવનગરની વધતી જતી વસ્તીને દરરોજ નિયમીત રીતે પીવાનું પાણી મળી શકશે તે દિશામાં મહાનગરપાલિકાનો વોટર વર્કસ વિભાગ તે વિભાગનાં એક્ઝિક્યુટીવ એન્જીનિયર શ્રી દેવમુરારી તથા તેની ટેકનિકલ ટીમ પુરી કાર્યક્ષમતાથી કાર્ય કરી રહી છે.
સક્ષમ અને સફળ વોટર સપ્લાયની મુ્ખ્ય ત્રણ કડી રો-વોટર પાણીની સંગ્રહ ક્ષમતા વાયુ તળાવ. (2) ફીલ્ટ્રેશન પ્લાન્ટ (3) િડસ્ટ્રીબ્યુશન (ઘર સુધી પાણી પહોંચાડવાનું કામ) (4) ભાવનગરની જનતા માટે વર્ષ 2040 સુધી સક્ષમ પાી મળી રહે તે માટે અનેક અનેક શકયતા હાથ ઉપર છે. જેમાં વર્ષ 2040 સુધીમાં દર દસ વર્ષ લગભગ 20 ટકા વસ્તી વધતાં અંદાજીત 12થી 13 લાખની વસ્તીને પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા.
શેત્રુંજી ડેમમાંથી 90 MLD મહી પરીએજ નર્મદામાંથી 80 MLD, ખોડીયાર ડેમમાંથી 15 MLD અને બોરતળાવ ગૌરીશકંર સરોવરને મહી પરીએજના પાણીથી ઓવરફલો કરતો 20 MLDનાં જથ્થામાં 40 MLD વધીને કુલ 60 MLD પાણીનો જથ્થો ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાશે. ફિલ્ટ્રેશનની વાત કરીએ તો રો-વોટર હાર્ડવોટર હોય છે. જે સીધુ જ વારવા માટે, કે પીવા માટે યોગ્ય નથી હોતું. ડિસ્ટ્રીબ્યુશનનો જ ભાગ છે. હાલના સમયે લગભગ-135 કિ.મી. પાણીનું નેટવર્ક કાર્યક્ષમ છે.
ટીપીસ્કીમ તથા ડેવલપર્સ થઈ રહેતાં વિસ્તારમાં નેટવર્ક બાળવાનું કામ ચાલુ છે. લગભગ 650 કિ.મી લાઈનનું કામ ભવિષ્યમાં પૂર્ણ થશે. જ્યાં માનવ વસવાટ આવ્યો નથી, ભવિષ્યમાં વસવાટ થનાર છે. તેવા વિસ્તારમાં પણ નેટવર્ક નખાઈ રહ્યું છે. જે શહેરના ઉજળા ભવિષ્યનો સંકેત છે.
હાલના તબક્કે, વર્ષ 2040ને ધ્યાનમાં અંદાજિત 95 ટકા નેટવર્ક કમ્પલીટ થઈ ગયું છે. અને લગભગ 98 ટકા વસ્તી કવરેજને પાણી પુરવઠો મળે છે. વિશેષ વાત એ છે કે ડિસ્ટ્રીબ્યુશન દરમ્યાન કંઈકને કંઈક કારણોસર પાણીનો વેસ્ટ થતો જ હોય છે. પરંતુ અત્યારે કાર્યક્ષમ ટીમનાં અંગત સુપરવિઝનથી NRW (નોન રેવન્યુ વોટર) પાણીનો વેસ્ટ ઘટાડવાનો પ્રયત્ન સફળ રહ્યો છે.
વર્ષ 2040 સુધીની સફળતા માટે ચાલુ પ્રોજેક્ટ
(1) બોરતળાવમાંથી ચિત્રા ફિલ્ટર રો-વોટર લઈ જવાનું કામ 6.5 કરોડના ખર્ચે થઈ રહ્યું છે. (2) ફુલસર વિસ્તાર માટે GLR (ગ્રાઉન્ડ લેવલ રીઝર વોયર) 5.50 કરોડના ખર્ચે બની રહ્યું છે. (3) આઉટ ગ્રોથ અને ટીપી સ્કીમ માટે નેટવર્ક ડેવલપમેન્ટ 7 કરોડના ખર્ચે થઈ રહ્યું છે. (4) નવા ભળેલા ગામો મોટ 18 કરોડના ખર્ચે નેટવર્ક પૂર્ણ થઈ ગયેલ છે. (5) ખાસ કરીને જ્યાં પ્રેશરને પ્રશ્ન છે તેવા વિસ્તારમાં ઈએસઆર (એલીવેટેડ સપ્લાય રીકરવાયર) ઊંચી ટાંકી સીદસર, કુંભારવાડા તથા પ્ર ભુદાસ તળાવ ખાતે 20 કરોડના ખર્ચે પોગ્રેસ છે.
અપગ્રેડેશનકામ : પાણી નેટવર્ક 6 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ છે. આગામી દિવસોમાં બીજી 60 કરોડના કામો હાથ ધરાશે. અર્થાત આવનારા ભવિષ્ય માટે પીવાના પાણીની સક્ષમ ક્ષમતા વોટરવરક્સ વિભાગ દ્વારા સંપન્ન થનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.