તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડાનો આતંક:તળાજાના દાત્રડ ગામે દીપડોએ બે ઘેટા-બકરાનુ મારણ કર્યું, ગામ લોકોમાં ફફડાટ

ભાવનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક

તળાજાના દાત્રડ ગામે મોડી રાત્રે માલધારીની ઝોકમા દીપડો ત્રાટક્યો બે ઘેટા બકરાનુ મારણ કર્યું હતું. દાત્રડ ગામે દીપડો ત્રાટકતે નાનકડા એવા ગામમાં ભયની લાગણી ફેલાઈ છે. છાશવારે સિંહ દીપડાના આટા ફેરાથી ગામમાં ભયનો માહોલ છે. તેવામાં દીપડાએ બે ઘેટાંના મારણ કરતા ગામમાં ભયનો માહોલ છે. આ ઘટનાની જાણ થતાની સાથે વન વિભાગના અઘિકારીઓ દોડી આવ્યા હતા અને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે. હાલ ખેડૂતો પોતાના ખેતરે જતાં પણ ગભરાઈ રહ્યા છે.

તળાજાના દાત્રડ ગામે મોડી રાત્રે દાનાભાઈ વાઘાભાઈ માલધારીની ઝોકમા દીપડો ત્રાટક્યો હોવા અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામા આવતા ફોરેસ્ટ વિભાગનો કાફલો દાત્રડ ગામે દોડી ગયો હતો. દાનાભાઈ અને અન્ય માલધારીએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં પણ દીપડો આવી ચડ્યો હતો અને આજે મોડી રાત્રે દીપડો ત્રાટક્યો હતો મોડી રાત્રે નજીકના ખેડૂતો અને માલધારી લોકોએ હાકલા પડકારા કરતા દીપડો નાચી છુટ્યો હતો.

ખેડૂતો અને ગામજનોમા ફફડાટ ફેલાયો
અવાર નવાર તળાજા પંથકમાં સિંહ અને દિપડાના ત્રાસમાંથી પંથકમાં મુક્ત કરવા ગામજંનોની ઉગ્ર માંગ દરોજ જંગલી પ્રાણી માનવ વસાહતમાં આવી ચડે છે અને હુમલા કરી રહ્યા છે તેવુ ગામના અને પંથકના ખેડૂતો એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો