ભાવનગરની ફરસાણ બજારમાં પામોલીનમાં ભાવ વધારાને લીધે ભાવ વધારો સતત થતો હતો સાથે ગરબી અને નિમ્ન મધ્યમ વર્ગ પણ પામોલીનના ભાવ વધારાને લીધે રસોડાની બજેટ પણ વેરવિખેર થઇ ગયું હતુ પણ હવે છેલ્લાં 1 માસમાં પામોલીન તેલમાં ડબબે રૂ.200નો ભાવ ઘટાડો થતા ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગને રાહત થઇ છે. જ્યારે ફરસાણમાં પણ સતત વધતા ભાવ વધારાને બ્રેક લાગશે. 1 માસ પૂર્વે ભાવનગરની ખાદ્યતેલ બજારમાં પામોલીન તેલના ભાવ ભડકે બળ્યા હતા અને ડબ્બાનો ભાવ રૂ.2640ને આંબી ગયો હતો તે એક માસમાં હવે ઘટીને રૂ.2440 થઇ ગયો છે. આ ભાવ બ્રાન્ડેડ તેલના છે.
ભાવનગર શહેરની ખાદ્ય તેલની બજારમાં પામોલીનના ભાવ રૂ.2600ને વટી જતા શહેરમાં સસ્તા ભાવે ફરસાણ વેચવાવાળાને ભાવ વધારાની ફરજ પડી હતી અને હાલ ફરસાટનો એક કિલોનો ભાવ રૂ.180 થઇ ગયો હતો. પણ ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પામોલીન તેલના ભાવ ગબડી ગયા છે અને સાથે ભારતમાં આ દેશોમાંથી આવક પણ શરૂ થઇ ગઇ હોય હવે ભાવમાં તેજીને બદલે ભાવ ઘટે તેવી શક્યતા છે. જો કે હજી પામોલીન તેલના ડબ્બાના ભાવ રૂ.2100ની અંદર જાય તેવી શક્યતા નથી.
ભાવનગર શહેરમાં ફરસાણવાળાને પણ આ ભાવ ઘટાડાથી રાહત થઇ છે. પામોલીન તેલની સાથે ચણાના ભાવમાં પણ ઘટાડો થયો છે. જેથી હવે ફરસાણના ભાવ વધે તેવી શક્યતા નથી. વળી વેપારીઓ ફરસાણને પામોલીન તેલમાં બનાવાનો વધુ આગ્રહ રાખે છે કારણે કે સિંગ તેલ કે કપાસીયા તેલની તુલનામાં પામોલીનમાં બનાવેલું ફરસાણ વધુ સમય ટકે છે. આથી ફરસાણમાં પામોલીન તેલ વધુ ખપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.