ગઢડા:ગોપીનાથજી મંદિરના દરવાજા બંધ કરી સંતોએ હરિભક્તોની હાજરીમાં પાલખી યાત્રા યોજી, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઊલાળિયો

ભાવનગરએક વર્ષ પહેલા
કોરોનાની મહામારી વચ્ચે સંતોએ હરિભક્તોની હાજરીમાં પાલખી યાત્રા યોજી હતી
  • જલજીલણી અગિયારસ નિમિત્તે પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફેરવી
  • નિયમોનો ભંગ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

ગઢડાના ગોપીનાથજી મંદિરમાં જલજીલણી અગિયારસ નિમિત્તે મંદિરના દરવાજાઓ બંધ કરીને સંતોએ હરિભક્તોની હાજરીમાં વિશાળ પાલખી યાત્રા યોજી હતી. આ પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફેરવી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઊલાળ્યો કર્યો હતો. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં હરિભક્તો એકઠા થયા હતા.જો કે હાલ તો પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગોપીનાથજી મંદિરમાં ભક્તોનો જમાવડો, નિયમોનો ભંગ
ગોપીનાથજી મંદિરમાં ભક્તોનો જમાવડો, નિયમોનો ભંગ

કાર્યક્રમ કરવા પર પ્રતિબંધ હોવા છતાં પાલખી યાત્રા યોજી
આજે જલજીલણી અગિયારસ છે. ત્યારે ગઢડાના ગોપીનાથજી મંદિરમાં કોરોનાની મહામારી વચ્ચે સંતોએ હરિભક્તોની હાજરીમાં પાલખી યાત્રા યોજી હતી. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. મેળાવડાઓ અને કાર્યક્રમ ન યોજવા માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. તેમ છતા મંદિરના સંચાલકો અને સંતોએ પાલખી યાત્રા યોજી નિયમોનો ભંગ કર્યો હતો.જો કે મંદિર બંધ હોવાના કારણે હરિભક્તો દર્શનથી વંચિત રહ્યાં હતા.મહત્વનું છે કે થોડા દિવસ પૂર્વે આજ મંદિરના સત્સંગ હોલમાં ભજન કીર્તન કરતાં સંતો સહિતના હરિભક્તો સામે જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો એકઠા થયા હતા
પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો એકઠા થયા હતા

(ભરત વ્યાસ-ભાવનગર)