કર્મચારીઓમાં આક્રોશ:પાલિતાણા નગરપાલિકાના કર્મીઓ સતત બે મહિનાથી પગાર વિહોણા

પાલીતાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હડતાલથી કામકાજ ઠપ્પ થયુ : તંત્ર સામે કર્મચારીઓનો આક્રોશ
  • પાલિકાના કાયમી અને રોજમદાર સફાઈ કર્મચારીઓમાં ભારે રોષ

પાલીતાણા નગરપાલિકાના કાયમી અને રોજમદાર સફાઈ કર્મચારીઓ બે મહિનાથી પગાર ન થતા આજથી હડતાલ ઉપર ઉતર્યા છે નગરપાલિકાના કર્મચારીઓને ઓક્ટોબર અને નવેમ્બર માસનો પગાર મળેલ નથી. કર્મચારીઓએ ચીફ ઓફિસરને પગાર કરવા અંગે વારંવાર રજૂઆતો કરેલ છે છતાં હજુ પગાર થયેલ નથી નગરપાલિકાના તમામ કર્મચારીઓનો બે માસથી પગાર થયેલ નથી આથી કર્મચારીઓમાં કચવાટની લાગણી ફેલાયેલ છે કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જવા છતાં પદાધિકારીઓ કે ચીફ ઓફિસર ઓફિસે આજે આવ્યા ન હતા.

બે માસથી નગરપાલિકાના કર્મચારીઓના પગાર તંત્રની અણઆવડતથી થયેલ નથી ગ્રાન્ટની રકમનો દુરુપયોગ થઈ રહ્યો છે વિકાસના કામો માટેની ગ્રાન્ટ આવેલ છે તેમાંથી કામો કરવાના બદલે ગ્રાન્ટમાંથી પગાર કરવા ગોઠણ કરાઇ રહી હોય વિકાસની ગ્રાન્ટમાંથી પગાર કરવામાં આવશે તો કોર્ટના દ્વારા ખખડાવવાની પત્ર દ્વારા રૂમીભાઈ શેખ. સદસ્ય તેમજ શહેર કોંગ્રેસ મહામંત્રી ઓમદેવસિંહ સરવૈયાએ ચીફ ઓફિસરને ચેતવણી આપવામાં આવી છે. આ અંગે નગર પાલિકાના ચિફ ઓફીસર વિજયભાઇ ઇટાલીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતું કે કર્મચારીઓના પગાર મંગળવારે થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...