તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:ભાવનગરમાં ઓક્સિજનની માંગ 10 ગણી વધી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સામાન્ય દિવસોમાં 5 હજાર, હાલ 50 હજાર લિટરનો વપરાશ થઇ રહ્યો છે
  • સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન 30 હજાર લિટર ઓક્સિજન જરૂરી

સામાન્ય દિવસોમાં ભાવનગરમાં અાવેલી સરકારી હોસ્પિટલ અને મુખ્ય ખાનગી હોસ્પિટલોનો મળી અને સરેરાશ 5 હજાર લિટર ઓક્સિજનનો વપરાશ હતો. પરંતુ કોરોનાની દ્વિતિય લ્હેરમાં દર્દીઓને સૌથી વધુ ઓક્સિજનની જરૂરીયાત ઉભી થાય છે, અને હાલ ભાવનગરમાં અગાઉની સરખામણીએ 10 ગણો વધુ ઓક્સિજન સપ્લાય હોસ્પિટલોમાં કરવામાં આવી રહ્યો છે.ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 3 હજાર લિટર ઓક્સિજનની જરૂરીયાત ઉભી થતી હતી, જ્યારે મુખ્ય ખાનગી હોસ્પિટલોમાં સરેરાશ 2 હજાર લિટરની ખપત રહેતી હતી.

પરંતુ કોરોનાની દ્વિતિય લ્હેરમાં દર્દીને હોસ્પિટલમાં ખસેડવામાં આવે ત્યારે તેની પ્રથમ જરૂરીયાત જ ઓક્સિજનની રહે છે. ગત વર્ષની સરખામણીએ દર્દીઓને વધુ ઓક્સિજનની જરૂરીયાત રહે છે. ડૉ.આર.કે.રાણપરડીયાના જણાવ્યા પ્રમાણે કોરોનાની દ્વિતિય લ્હેરમાં વાયરસના જીવાણુઓ નાક-ગળા મારફતે ત્વરીત ફેફસા સુધી સંક્રમણ ફેલાવે છે તેના કારણે દર્દીઓને શ્વસન પ્રક્રિયામાં સાૈથી વધુ અવરોધ ઉભો થાય છે. સામાન્ય સારવારમાં આવતા દર્દીઓનું પણ ઓક્સિજન લેવલ ગમે ત્યારે કોલેપ્સ થવા લાગે છે.

તેથી ગત વર્ષની સરખામણીએ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવા પડતા દર્દીઓની સંખ્યા પણ વધુ છે. આવા દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત ઉભી થાય છે. તેથી ઓક્સિજનની માંગ વધી છે. ભાવનગરમાં નાના-મોટા અનેક ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે તેના ઉપરાંત વડોદરાથી પણ ઓક્સિજન સપ્લાયના ટેન્કરો આવે છે. શિપબ્રેકિંગ ઉદ્યોગને કારણે જૂના ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ થયા છે.

ઓક્સિજનનું વ્યવસ્થાપન વ્યવસ્થિત છે
કોરોનાની દ્વિતિય લ્હેરમાં ઓક્સિજનનો વપરાશ એકદમ વધી ગયો છે, પરંતુ ઓક્સિજન પ્લાન્ટ, અન્ય એકમો સાથેના સમન્ય વડે ઓક્સિજનનું વ્યવસ્થાપન વ્યવસ્થિત કરવામાં આવ્યુ છે, હાલ
30 હજાર લિટર દૈનિકનો વપરાશ છે, જેનું સંચાલન કરી રહ્યા છીએ. - હાર્દિક ગાઠાણી, એડમિનીસ્ટ્રેટર, સર ટી. હોસ્પિટલ

ભાવ.માં 1.70 લાખ લિટર ઓક્સિજન બને છે
રોજના આશરે ભાવનગર જિલ્લામાં આવેલા 18 જેટલા ઓક્સિજન પ્લાન્ટમાં રોજના આશરે 18,000 સિલિન્ડરો ભરાય છે જેમાંથી આશરે 1,71,000 લીટર ઓક્સિજન માત્ર માનવ જિંદગી માટે પૂરો પાડવામાં આવી રહ્યો છે. ઓક્સિજનની ભારે અછતને પગલે રોલિંગ મિલમાં જતો ઓક્સિજન બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી રોલિંગ મિલ અને ફરનેસ જેવા પ્લાન્ટ હાલ મેડિકલ ક્ષેત્રે ઓક્સિજન આપવાનો હોવાથી સંપૂર્ણપણે બંધ છે.

અન્ય સમાચારો પણ છે...