તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાની સરવાણી:વલ્લભીપુર રેફરલ હોસ્પિટલમાં સેવાભાવીઓ દ્વારા અનોખી ક્રેનની મદદથી ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ સુધી પહોંચે છે

ભાવનગર13 દિવસ પહેલા
 • હોસ્પિટલમાં સિલેન્ડર ઉપરના માળે પહોંચાડવા માટે તકલીફ હતી
 • ક્રેનની મદદથી 100 સિલિન્ડર દર્દીઓ સુધી સહેલાઇથી પહોંચી જાય છે

વલ્લભીપુરની રેફરલ હોસ્પિટલમાં ચાલતા કોવિડ સેન્ટરમાં વલ્લભીપુરના લોકો યથાશક્તિ સેવા ભક્તિ કરી રહ્યા છે. રેફરલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર માટે રાઉન્ડ ધ કલોક દર્દીઓ માટે ઓક્સિજનની જરૂરિયાત પડી રહી છે. રોજના સરેરાશ 100 ઓક્સિજન સિલિન્ડર વપરાઈ રહ્યાં છે. જેમાં સામાજિક કાર્યકરોની કોઠા સુઝથી એક ક્રેન બનાવવામાં આવી છે. આ ક્રેનની મદદથી 100 સિલિન્ડર દર્દીઓ સુધી સહેલાઇથી પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતની સાથે ભાવનગરના ગામડાઓમાં પણ કોરોનાનો કહેર વધતો જાય છે. ત્યારે શહેરોમાં મોતનું તાંડવ મચી રહ્યું છે. તો બીજી તરફ નાના નગરો અને ગામડાઓની હાલત પણ કફોડી બની છે. ત્યારે વલ્લભીપુર રેફરલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની વ્હારે સેંકડો હાથ લંબાયા છે.

સામાજિક કાર્યકરને કોઠા સુઝથી એક ક્રેન બનાવવામાં આવી

વલ્લભીપુરના રાજેશભાઇ વઘાસિયાએ જણાવ્યું હતું કે વલ્લભીપુરમાં કોવિડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. તો અમે પણ સેવાનું અનુદાન આપવા જઈએ અને જોયું તો હોસ્પિટલમાં સિલેન્ડર ઉપરના માળે પહોંચાડવા માટે લિફ્ટની સુવિધા ઉપલબદ્ધ નહિ હોવાથી ચડાવવા માટે એક સિલિન્ડર ચડાવવા માટે 2-3 વ્યક્તિઓ જોવે અને સમય પણ ખાસો લાગતો હતો. સામાજિક કાર્યકરની કોઠા સુઝથી એક ક્રેન બનાવવામાં આવી છે. આ ક્રેનની મદદથી 100 સિલિન્ડર દર્દીઓ સુધી સહેલાઇથી પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તે માટે એક ટીમ 24 કલાક સેવા આપી રહી છે.

આ ટીમમાં ગોપાલભાઈ સોનાણી, મનજીભાઈ સાગઠીયા, પદુભા ગોહિલ, નીતિનભાઈ ગુજરાતી, વિનુભાઈ જોઈતા, દિનેશભાઈ ગોટી, રમેશભાઈ પ્લમ્બર, દિનેશભાઇ ચૌહાણ, ભાર્ગવભાઈ મહેતા, કિશોરભાઈ પરમાર સહિતના સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો