તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહયોગ:ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા દાતાઓના સહકારથી સર.ટી.હોસ્પિટલને કોવિડ-19 માટે ઓક્સિજન કોન્સન્ટ્રેશન ભેટ અપાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર ટી હોસ્પિટલને 20 ઓક્સિજન કોન્સન્ટ્રેશન આપવામા આવશે

હાલમાં કોરોના મહામારીના સમયમાં લોકોને આરોગ્ય સેવાઓ મેળવવી મુશ્કેલ પડી રહી છે ત્યારે ખાસ કરીને ઓક્સિજન સિલિંડરની પણ જરૂરિયાત પડી છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને જીલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બનરવાલની પ્રેરણાથી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર દ્વારા રેડક્રોસને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાના ભાગ રૂપે 20 ઓક્સિજન કોન્સન્ટ્રેશન (એટલે કે ઓક્સિજન પુરૂ પાડતું સાધન) સર.ટી.હોસ્પિટલને આપવા માટેનું આયોજન કરવામાં આવેલ છે.

ભાવનગર જીલ્લામાં કોરોના મહામારીને નાથવા માટે જીલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલ તથા જીલ્લા વહીવટીતંત્ર સતત મહેનત કરી રહ્યુ છે ત્યારે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવારના સહકારથી સર.ટી.હોસ્પિટલને આપવામાં આવી રહેલા આ ઓક્સિજન કોન્સન્ટ્રેશનથી સર.ટી.હોસ્પિટલના કોરોનાના દર્દીઓને ઓક્સિજન મેળવવામાં સહકાર મળી રહેશે,

સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર દ્વારા રેડક્રોસ સોસાયટી ને 20 ઓક્સિજન કોન્સન્ટ્રેશન માટેનો સહયોગ સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે કરવામાં આવેલ સર.ટી.હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.બ્રહ્મભટ્ટની વિશેષ ઉપસ્થિતીમા પ્રિશાબેન ચિન્મયભાઇ શાહના હસ્તે રેડક્રોસના હોદ્દેદારો ચેરમેન ડૉ.મિલનભાઇ દવે, વાઇસ ચેરમેન સુમિતભાઇ ઠક્કર તથા કારોબારી સદસ્ય કાર્તિકભાઇ દવેને સહયોગનો ચેક અર્પણ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો