મોબાઈલ યુગના સતત આક્રમણને કારણે લેન્ડલાઈન કનેક્શનની સતત ઘટી રહેલી લોકપ્રિયતા ને કારણે ગ્રાહકોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ભાવનગર શહેરમાં બીએસએનએલ પાસે હાલ 5000 જેટલા લેન્ડલાઈન ગ્રાહકો બચ્યા છે.છેલ્લા બે વર્ષ દરમિયાન છ હજાર ગ્રાહકોએ બીએસએનએલની લેન્ડલાઈન ની સેવા બંધ કરાવી અને કનેક્શન કપાવી નાખ્યા છે અને તેની વિધિવત અરજીઓ પણ કરી નાખવામાં આવેલી છે.
BSNLની લેન્ડલાઈન પર કરી ચૂકેલા ગ્રાહક બી.આર. વ્યાસ ના જણાવ્યા પ્રમાણે, લાંબા સમયથી લેન્ડલાઈન પરત કરી દીધી છે અને તેની નિયત ફોર્મેટ મુજબ રિફંડ માટે અરજી પણ કરી ચૂક્યા છીએ તથા વારંવાર રિપોર્ટ અંગે અમે કચેરીનો સંપર્ક પણ કરી રહ્યા છે છતાં બીએસએનએલ દ્વારા છેલ્લા બે વર્ષથી રિફંડ કે કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. લેન્ડલાઈન મરામત માટે પણ બીએસએનએલ પાસે કર્મચારીઓ નહીં હોવાથી આ સેવાનું આઉટસોર્સિંગ કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે હયાત લેન્ડલાઈન ગ્રાહકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તથા સમયસર લેન્ડ લાઈનના ફોલ્ટ દૂર કરવામાં આવી રહ્યા નહીં પણ વ્યાપક ફરિયાદો શહેરમાંથી ઉઠી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.