વિવાદ:આઉટ સોર્સિગ કોન્ટ્રાક્ટ થયો આઉટ ઓફ કન્ટ્રોલ, બ્લેક લિસ્ટેડ એજન્સી ક્વોલીફાય

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેનની સુચના : ખુટતા ડોક્યુમેન્ટ મંગાવો, કમિશનરનો પરિપત્ર : ખુટતા હોય તે ડોક્યુમેન્ટ પાછળથી નહીં મંગાવવા

કોર્પોરેશનમાં શાસક વિપક્ષ, પદાધિકારીઓ, સભ્યો, સંગઠન વચ્ચે તો ગજગ્રાહ અને આંતરિક વિખવાદો શરૂ જ હતા પરંતુ પદાધિકારી અને કમિશનર વચ્ચે પણ વિખવાદો ઊભા થયા હોય તેમ કોર્પોરેશનના હાઉસ કિપિંગ માટેના કોન્ટ્રાક્ટમાં તંદુરસ્ત હરીફાઈ માટે તેમની કમિટીના ચેરમેને એજન્સીઓ પાસેથી ખોટા ડોક્યુમેન્ટ મંગાવતા કમિશનરે ખુટતા ડોક્યુમેન્ટ નહીં મગાવવા પરિપત્ર કર્યો. જે સ્પષ્ટપણે પદાધિકારીઓ અને તંત્ર આમને સામને હોવાનું પ્રતિપાદિત કરે છે.

કોર્પોરેશનમાં હાઉસકીપિંગ માટેના ટેન્ડરમાં ટેકનિકલ બીડમાં બે એજન્સીઓ ક્વોલિફાઇ થઇ હતી. પરંતુ મહેકમ વિભાગની ગંભીર બેદરકારીને કારણે ક્વોલિફાય થયેલી બે એજન્સીઓ પૈકી એક શિવ શક્તિ સફાઈ કામદાર વિકાસ ઔદ્યોગિક સહકારી મંડળી તો અગાઉથી જ બ્લેકલિસ્ટ હતી છતાં તેને ટેન્ડરમાં ભાગ પણ લેવા દીધો અને તે એજન્સીને ક્વોલિફાય પણ કરી. ટેન્ડર ખોલ્યા બાદ વિભાગોને જાણ થઈ કે શિવ શક્તિ એજન્સી તો બ્લેકલિસ્ટ થયેલી છે. જેથી માત્ર એક એજન્સી યોગેશ્વર ફેડરેશનને કોન્ટ્રાક્ટરો સોંપવા સિવાય કોઈ રસ્તો ન રહ્યો.

પરંતુ માત્ર એક એજન્સી જ માનનીય રહેતા હરીફાઈ નહી થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા તંદુરસ્ત હરીફાઈ થાય તે માટે ટેન્ડરમાં ભાગ લીધેલી પાંચ એજન્સીઓ પાસેથી ખૂટતા ડોક્યુમેન્ટ મેળવવા ગત 9મી જૂનના રોજ વિભાગોને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પરંતુ તેની સામે સભ્યોનો વિરોધ હતો. ચેરમેનના નિર્ણય સામે સભ્યો દ્વારા વિરોધ નો સુર છે કે સંગઠન સુધી પહોંચ્યો હતો.

ચેરમેનની સુચના બાદ કમિશનર દ્વારા 14મી જૂનના રોજ પરિપત્ર કરી ટેન્ડરની શરતો મુજબના ડોક્યુમેન્ટ પૈકી કોઈ ડોક્યુમેન્ટ ટેકનિકલ બીડમાં ખૂટતા હોય તો પાછળથી નહીં મગાવવા અને આવા ટેન્ડરોની કોમર્શિયલ બીડ નહીં ખોલવા આદેશ કર્યો હતો. જેથી ભારે વિવાદ સર્જાયો છે. જેનો આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરાશે. 28મી જૂનના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં 19 કાર્યોનો નિર્ણય કરાશે.

આઉટ સોર્સિંગની એજન્સી ભાજપના સભ્યની હોવાથી વિવાદ વકર્યો
કોર્પોરેશનના હાઉસ કિપિંગ કોન્ટ્રાક્ટની એજન્સીમાં ક્વોલિફાય થયેલી એજન્સી ભાજપના નગરસેવક અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો પરોક્ષ રીતે સંકળાયેલા હોવાથી ભાજપનું જ એક જુથ કોન્ટ્રાક્ટ ના મળે તે માટે જ્યારે એક જુથ સભ્યોની તરફેણમાં હોવાને કારણે વિવાદ સર્જોયો છે.

અન્ય સમાચારો પણ છે...