હાલાકી:ST દ્વારા સારી આવક વાળા કેટલાક બસ રૂટ બંધ કરાતા રોષ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેડાણ થી મહુવા, રાજુલા, બગદાણા જવા માટે બસો મળતી નથી : ડેડાણના ગ્રામજનોને હાલાકી

રાજુલા સાવકુંડલા સાંજના 5.30 કલાકે ઉપડતી બસ વાયા બારપઢોળી, મીઠાપર, નાગેશ્રી થઈને ડેડાણ જતી બસ બંધ કરી દેવામાં આવી છે. બગસરા - મહુવા રૂટની બસ સવારે 9 વાગ્યે ડેડાણ આવતી બસ વાયા બારમણ, ચૌત્રા, કંથારિયા, રાજુલા થઈને જતી હતી. આ રૂટની બસની સારી આવક હોવા છતાં બંધ કરી દેવામાં આવી છે. ડેડાણ થી સવારે 10 વાગ્યા પછી એકપણ એસ.ટી. બાદ રાજુલા, મહુવા કે બગદાણા જવા માટે મળતી નથી.

નવા રૂટ શરૂ કરવા માટે એસ.ટી ડિવિઝન અમરેલી ને અનેક વાર લેખિતમાં રજૂઆત કરવા છતાં અધિકારીઓ કોઈ ધ્યાન ન આપતા હોવાનો ગ્રામજનો નો દાવો છે. ડેડાણ ગામ પંદર હજારની વસ્તી ધરાવે છે ત્યારે સારી આવક ધરાવતાં બસ રૂટ બંધ કરવા પાછળ ક્યું લોકહિત સમાયેલું છે તે પણ પ્રશ્ન છે. ડેડાણ થી સવારે 10 વાગ્યા પછી નજીક નાં અને દૂરના સ્થળોએ જઈ શકાય તેવી વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ છે.

અન્ય સમાચારો પણ છે...