તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:ગઢડા થી ભાવનગર રૂટની સારી આવકવાળી બસ બંધ કરતા રોષ

ભાવનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 7 વાગ્યાની બસ બંધ થતાં મુસાફરોને હાલાકી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી અપાઇ

ગઢડા ( સ્વામીના ) સ્વામિનારાયણ સંપ્રદાય માટે સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. આ વિસ્તારમાં લોકોની અવરજવર માટે એક માત્ર સરકારી એસ.ટી. ડેપો ની વ્યવસ્થા ક્રમ આ સુવિધા માટે ગઢડામાં સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને નવું બસ સ્ટેશન પણ બનાવવામાં આવેલ છે. વર્ષોથી ગઢડા એસ.ટી. ડેપોને નવી બસો અને નવા રૂટ ની બસો ફાળવવામાં ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ ગઢડા તાલુકાની જનતાને ખાસ ઉપયોગી અને સારી ઈન્કમ ધરાવતી નિયમિત સવારે 7 ક્લાકે ઉપડતી બસ નો સમય 5.30 નો કરવામાં આવી દીધો છે.

ગઢડા - ભાવનગર વાયા બોડકી , વનાળી , ગઢાળી , લીંમડા રૂટની બસ મનસ્વી રીતે એકાએક જાણ કર્યાં વગર બંધ કરીને સમયમાં ફેરફાર કરી તે બસ સવારે પ .૩૦ કલાકે કરી નાખવામાં આવતા ભારે નારાજગી ફેલાવા પામેલ છે. સવારે 5.30 દરમિયાન ભાવનગર જવા માટે દરરોજ ત્રણ બસો 15 મિનીટના અંતરે ઉપડતી હોય છે. ત્યારબાદ સવારે 7 કલાકે ઉપડતી અને લોકો ને ઓફિસ તથા બજાર નાં સમયે ભાવનગર પહોંચાડતી સારી સગવડ વાળી બસ ટ્રાફિક ના કારણે બંધ કરીને મુસાફરોની તકલીફમાં વધારો કરતા લોકો પરેશાન થઈ ગયા છે. જો આ બસ શરૂ ન થાય તો આ રૂટ પર અવરજવર કરતા મુસાફરોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો