તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:શેત્રુંજી ડેમમાંથી પાણી આપવામાં તંત્રના નિર્ણયમાં ફેરફારથી આક્રોશ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂત એકતા મંચ દ્વારા ન્યાય નહીં મળે તો પ્રતિક ધરણા કરશે

શેત્રુંજી ડેમ ખાતે ગત.તા.3.12.20ના શેત્રુંજી ડેમનું પાણી ખેડૂતોને સિંચાઇ માટે આપવા સલાહકાર સમિતિની બેઠક મળી હતી.તેમાં મહુવા,તળાજા,પાલિતાણા ત્રણેય તાલુકાના ધારાસભ્યો,ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખ,પાણી સમિતિના પ્રમુખો,સરપંચો,અનેક ખેડૂતો,સિંચાઇ વિભાગના અધિકારીઓ વગેરેના અધ્યક્ષ સ્થાને મળેલી મિટીંગમાં ડાબા કાંઠે છેવાડે કુડા,ભુંભલી,જુના નવા રામપર,ભુતેશ્વર સુધી અને જમણા કાંઠે માળવાવ,કળસાર,નૈપ અને સથરા સુધી ચાર પાણ આપવાનો ઠરાવ ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાળાએ તમામ ખેડૂતોને ન્યાય પ્રમાણે સરખા ભાગે પાણી મળવુ જોઇએ તેવી રજુઆત કરી હતી છતા ચાર પાણના ફોર્મ લેવા અધિકારીએ ઇન્કાર કરતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.

છેવાડે ચાર પાણ આપવામાં તા.30 સુધીમાં ન્યાય નહીં મળે તો છેવાડાના ખેડૂતો કાર્યપાલક ઇજનેરની કચેરીએ પ્રતિક ધરણા કરશે તેવી ખેડૂત એકતા મંચના પ્રમુખ અશોકસિંહ સરવૈયા, જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાળા વગેરએ ચિમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો