શહેર યુવક કોંગ્રેસ પદ અનામત હોવા છતાં અન્ય કેટેગરીને ફાળવવાતા દલિત સમાજના યુવાનોમાં રોષ ફેલાયો છે અને પંદર દિવસમાં જો પ્રમુખ તરીકે દલીત સમાજને પ્રતિનિધિત્વ નહીં અપાય તો કોંગ્રેસ પક્ષથી વિમુખ થવાની પણ ચિમકી પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ સમક્ષ અપાતા વિવાદ સર્જાયો છે. દલિત સમાજ વર્ષોથી કોંગ્રેસ પક્ષ વિચારધારા સાથે સંકળાયેલો છે અને પક્ષમાં પણ તેમને વખતો-વખત પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. તાજેતરમાં જ ઉદયપુર ખાતે કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં દલિત સમાજને પૂરતું પ્રતિનિધિત્વ આપવાનું નક્કી કર્યું છે.
પરંતુ ભાવનગર શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ એ.સી. વર્ગ માટે અનામત હોવા છતાં જનરલ કેટેગરીના પ્રમુખની નિમણુક કરવામાં આવી છે. તેના કારણે દલિત સમાજના વિદ્યાર્થી અને યુવાનોમાં રોષ ફેલાયો છે. જે સંદર્ભે દલીત સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખને રજુઆત કરતા જણાવ્યું છે કે, કોંગ્રેસ બિનસાંપ્રદાયિકના ઓઠા તળે સાંપ્રદાયિક રાજકારણ કરી રહી છે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ બંનેમાં દલિત સમાજના એક પણ વિદ્યાર્થીઓને તેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
શહેર યુવક પ્રમુખ તરીકે જે મહિલા ઉમેદવાર હતા તે માત્ર એક શોભાના ગાંઠિયા જેવા હતા કેટલાક અનામત વિરોધી અને લેભાગુ તત્ત્વોએ તેમને ઊભા રાખ્યા હતા. જો 15 દિવસમાં એ.સી. સમાજના પ્રમુખની નિમણૂક શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે નહીં કરવામાં આવે તો સમગ્ર દલિત સમાજના વિદ્યાર્થીઓ-યુવાનો નો કોંગ્રેસ પક્ષથી વિમુખ થઈ જવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.