આયોજન:ટ્રાફિક એજયુકેશન અને અવેરનેસ મોબાઈલ પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળા-કોલેજોમાં કાર્યક્રમોનું આયોજન કરાશે
  • ભાવનગર​​​​​​​ RTO સહિતનાં અધિકારીઓની બેઠક બાદ સલામતીનાં કાર્યક્રમો અંગે જાણ થશે

ભાવનગરમાં રોડ સેફ્ટી અને ટ્રાફીક એજ્યુકેશનને લઈને લોકોમાં જાગૃતી વધે તે માટેના પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ મોબાઈલ પ્રોજેક્ટની રૂપરેખા ઘડવા માટે બેઠક યોજવામાં આવી હતી અને આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. શાળા-કોલેજોમાં પણ ટ્રાફીક જાગૃતિના કાર્યક્રમો યોજાશે.

આગામી દિવસો માં રોડ સેફ્ટી ને લઈને જાગૃતિ માટેના ઘણા કાર્યક્રમો થવાના છે. આ કાર્યક્રમો અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં કેટલાક કાર્યક્રમો પણ યોજાનાર છે. ભાવનગર આર.ટી. ઓ કચેરી દ્વારા વાહન સલામતી અને ચાલક સલામતી ને લઈને સલામતી પખવાડિયું પણ ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ હાલમાં ટ્રાફિક એજ્યુકેશન અને અવેરનેસ મોબાઈલ પ્રોજેક્ટ હેઠળ ઘણી કામગીરી કરવામાં આવે છે.

ટીમ તરીકે ઓળખાતા આ - ટ્રાફિક એજ્યુકેશન અને અવેરનેસ મોબાઈલ પ્રોજેક્ટ હેઠળ ટીમ વાન વાહનો મારફતે જાહેર સ્થળો તથા શાળા / કોલેજોમાં માર્ગ સલામતી વિષયક કાર્યક્રમો કરવા તથા ટીમ વાહન સંચાલનની વ્યવસ્થા, ડ્રાઇવર ની વ્યવસ્થા,રોડ સેફ્ટી ટ્રેનર ની વ્યવસ્થા વગેરે અને તેના માટેનો થતો ખર્ચ નજીક નાં ભવિષ્યમાં ગુજરાત નાં પ્રાદેશિક આર.ટી. ઓ અધિકારીઓ સાથેની વિડિયો કોન્ફરન્સ માં નક્કી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...