તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ઓનલાઇન અને ઓફલાઇન વચ્ચે બાળકો શિક્ષણમાં આઉટલાઇન

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ધોરણ 10 - 12ના બોર્ડના છાત્રોને દ્ધિધા
 • કોરોનાના એક વર્ષમાં માંડ એક મહિનો શાળાઓના વર્ગમાં ઓફલાઇન શિક્ષણ થયું, ઓનલાઇનના અનેક ભયસ્થાન

કોરોનાને કારણે આ શૈક્ષણિક વર્ષે માંડ એક મહિનો શાળાના વર્ગખંડોમાં ઓફલાઇન શિક્ષણ બાળકોને મળ્યું છે. વર્ગખંડના ઓફલાઇન શિક્ષણને જ શ્રેષ્ઠ ગણાયું છે ત્યારે આ શૈક્ષણિક વર્ષે તો માંડ મહિનો વર્ગમાં ભણેલા બોર્ડના વિદ્યાર્થીઓ હાલ સૌથી વધુ દ્ધિધા અનુભવી રહ્યાં છે. તેઓએ આગામી માસે બોર્ડની પરીક્ષા લેવાશે તેવું અત્યાર સુધી તો નિશ્ચિત છે ત્યારે તેના આડે 34 દિવસ માંડ છે ત્યારે ધો.10-12ના વિદ્યાર્થીઓ ઓનલાઇન અને ઓફલાઇન વચ્ચે ટળવળી સતત મુંઝવણમાં રહ્યાં છે. તેઓને ખરેખર પેપરમાં પરિણામ લાવી શકે તેવું શિક્ષણ ઓનલાઇનમાં મળ્યું નથી તેમ માત્ર વિદ્યાર્થીઓ કે વાલીઓ જ નહીં પણ ખુદ શિક્ષકો પણ સ્વીકારે છે. ધો.1થી 12માં આ શૈક્ષણિક વર્ષમાં કેટલાય વિદ્યાર્થીઓની ઓનલાઇન અને ઓફલાઇન વચ્ચે શિક્ષણની ગાડી આડે પાટે ચડી ગઇ છે.

આ અંગે સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા શિક્ષણવિદો સાથે ટોક શો યોજાયો હતો ત્યારે તેમના મંતવ્યો મુજબ મુજબ 59% માતા-પિતાનું કહેવું છે કે બાળકો ઘરે એકેડેમિક વર્કમાં ફોકસ કરી શકતા નથી અને 24 % માને છે કે વિદ્યાર્થીઓ ઘરે એકેડેમિક વર્કમાં ફોકસ કરી શકે છે. 48% માતા-પિતા પાસે તેમના બાળકો માટે લેપટોપ કમ્પ્યુટર અથવા મોબાઇલ ડિવાઇસ છે. જ્યારે 52 % માતા-પિતા પાસે પૂરતા ડિવાઇસ નથી. 42% માતા અને પિતા બંને વર્કિંગ છે અને ઓનલાઇન ક્લાસમાં મદદ કરી શકતા નથી.

મોબાઇલ પર ધ્યાન કેન્દ્રીત કરવું મુશ્કેલ
શાળાના વર્ગખંડોમાં બાળક બોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, સ્ક્રીન ઝડપથી બદલાતી હોવાથી ધ્યાન કેન્દ્રિત થતું નથી. વળી ક્લાસ જે અભ્યાસ માટે જાગૃતિ હોય છે તે ઘરે ઓનલાઇનમાં ન હોય. બાળકને આંખમાં નુકસાન તો થાય જ છે, વાલીઓના દબાણથી બાળક ભણવા તો બેસે છે, પરંતુ મોબાઇલનો ઉપયોગ પોતાની ઇચ્છા પ્રમાણે કરતો થઇ જાય છે. > ડો.શૈલેષ જાની, મનોચિકિત્સક

ઓનલાઇન શિક્ષણનો પ્રયોગ ગ્રામ્યમાં ફેલ
શહેર-જિલ્લામાં બાળકોને ટીવી અને મોબાઇલ દ્વારા ઓનલાઇન શિક્ષણ અપાય છે. જોકે આજે પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું છે ત્યાં ઓનલાઇન શિક્ષણનો પ્રયોગ સાવ નિષ્ફળ હોવાનો શિક્ષકોનો મત છે. ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યા એ છે કે, મોટાભાગના ઘરમાં પિતા મજૂરી કરવા જાય ત્યારે માતા ઘરનું કામ કરતી હોય છે. તેઓ બાળક શિક્ષણ મેળવી રહ્યો છે કે કેમ તેના પર યોગ્ય ધ્યાન આપી રહ્યાં નથી. મોબાઇલ નેટવર્કની પણ સમસ્યા છે.

બોર્ડના છાત્રો માટે નાના ગ્રુપમાં વર્ગશિક્ષણ ચાલુ થવુ જોઇએ
આગામી મે માસમાં ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષા છે ત્યારે સૌથી વધુ આ સમયગાળામાં આ બન્ને ધોરણના વિદ્યાર્થીઓ પરેશાન છે. હજી તો પરીક્ષા લેવાશે જ એવું છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને શાળામાં 15-15 કે 20-20ના નાના જૂથમાં બોલાવી ડિફિલ્ટી સોલ્વ કે અન્ય મુંઝવણ હોય તે દુર કરવી કઇ રીતે પ્રશ્નપત્રોમાં જવાબ લખવા તેની માહિતી અને માર્ગદર્શન આપવા જરૂરી છે. આથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ પણ વધશે. પરિણામ પણ સુધરશે. > મનહરભાઈ રાઠોડ, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો