તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કુલ 44 ખાનગી કોવિડ સેન્ટરો પૈકી 36માં એકે’ય દર્દી સારવારમાં નથી, શહેર કક્ષાએ રિકવરી રેઇટ 98.48 ટકા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સમગ્ર જિલ્લામાં એક નવો પોઝિટિવ કેસ, 3 સરકારી હોસ્પિટલમાં 26 ટકા દર્દીઓ કોરોનાની સારવારમાં

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર શમવાના આરે આવી જતા શહેર-જિલ્લામાં ગત માસના આરંભે એક બેડ પણ ખાલી મળતો ન હતો તેવા ખાનગી કોવિડ સારવાર સેન્ટરો ખાલી થઇ ગયા છે. કુલ 44 કોવિડ સેન્ટરો પૈકી આજની તારીખે 36 સેન્ટરમાં કોરોનાનો એક પણ દર્દી સારવારમાં નથી. માત્ર 8 સેન્ટરમાં 23 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જો કે ત્રણ સરકારી હોસ્પિટલમાં 26 ટકા બેડ દર્દીઓથી ભરેલા છે. આજે શહેરમાં એક નવો પોઝિટિવ કેસ મળ્યો હતો. જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ એક પણ નવો કેસ મળ્યો ન હતો તેમજ સમગ્ર શહેર-જિલ્લામાં કોરોનાથી એક પણ મોત થયું ન હતુ.

ભાવનગર શહેર અને જિલ્લામાં કોવિડની સારવાર માટે હાલ 44 ખાનગી સેન્ટર કાર્યરત છે તે પૈકી 36 સેન્ટર દર્દી વગરના થઇ ગયા છે. જ્યારે માત્ર 8 સેન્ટરમાં 23 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. તો ત્રણ સરકારી હોસ્પિટલમાં 26.6 ટકા બેડમાં દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. ભાવનગર શહેરમાં આજે એક પુરૂષ દર્દી પોઝિટિવ મળ્યો હતો જ્યારે એક પુરૂષ દર્દી કોરોનામુક્ત થયા હતા. શહેર કક્ષાએ આજ સુધીમાં કુલ 13,981 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેની સામે 13,768 દર્દીઓ કોરોનામુક્ત થતા રિકવરી રેઇટ વધીને 98.48 ટકા થઇ ગયો છે.

કોવિડ હોસ્પિટલોની સ્થિતિ

હોસ્પિટલકુલ દર્દીઓભરેલા બેડખાલી બેડટકાવારી
સરકારી975 દર્દી6990673.40 ટકા
ખાનગી1359 દર્દી23133697.50 ટકા
કુલ2334 દર્દી86224285.45 ટકા
અન્ય સમાચારો પણ છે...