તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમવારના સારા સમાચાર:5776 પોઝિટિવ પૈકી 63 દર્દી સારવારમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1.09 ટકા, અઠવાડિયામાં કોરોના રહ્યો કાબૂમાં

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના બીજા તબક્કામાં ભાવનગરમાં રિકવરી રેઇટની સાથે એક્ટિવ દર્દીમાં ઘટાડો
 • ભાવનગર જિલ્લામાં 17થી 26 િડસેમ્બર સુધીમાં 40 એક્ટિવ દર્દી ઘટ્યા : કુલ 5656 દર્દીઓએ કોરોનાને કર્યો પરાજિત

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની કહેર ઓછો થતો જાય છે. સમગ્ર જિલ્લામાં હવે માત્ર 63 દર્દીઓ જ સારવારમાં છે. ભાવનગર શહેરમાં હાલ 31 અને જિલ્લાના તાલુકા-ગામડાઓમાં 32 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. જિલ્લામાં 26 ડિસેમ્બર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5776ને આંબી ગઇ છે. તેમાં કુલ 69 લોકોના મોત થયા છે. ભાવનગર જિલ્લામાં કુલ 5776 પોઝિટિવ દર્દી પૈકી હવે માત્ર 63 દર્દી જ સારવારમાં રહેતા હવે કુલ અેક્ટિવ દર્દીઓની ટકાવારી 1.09 ટકા થઇ ગઇ છે.

ભાવનગર જિલ્લામાં નવ દિવસ અગાઉ જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 100ને વટાવીને 103 થઇ હતી. પરંતુ ડિસેમ્બર માસમાં એક્ટિવ કેસની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે. ત્યારે 26 ડિસેમ્બરે આ એક્ટિવ કેસની સંખ્યા 63 થઇ ગઇ છે. જે દર્શાવે છે કે કોરોનાના બીજા તબક્કામાં હવે કોરોના કાબૂમાં આવી રહ્યો છે. વચ્ચે એક તબક્કામાં દિવાળી બાદ કેસ વધ્યા હતા. પણ ભાવનગર શહેર અને ખાસ કરીને ગામડાઓમાં કોરોના હવે ધીમી ધીમે કાબૂમાં આવી રહ્યો છે.

શહેર અને ગામડાઓમાં કોરોનાનો રિકવરી રેઇટ
ભાવનગર શહેરમાં આજ સુધીમાં 3757 પોઝિટિવ કેસની સામે 3683 દર્દીઓ સાજા થઇ જતાં શહેરમાં રિકવરી રેઇટ 98.03 ટકા થઇ ગયું છે. જ્યારે ગામડાઓમાં 26મી સુધીમાં કુલ પોઝિટિવ કેસ 2019 નોંધાયા છે તે પૈકી 1961 સાજા થઇ જતાં ગામડાઓમાં રિકવરી રેઇટ 97.13 ટકા થઇ ગયો છે. ભાવનગર મહાનગર સાથેનો જિલ્લો ગુજરાતના મહાનગરોમાં રિકવરી રેટમાં અવ્વલ નંબરે છે.

શહેરમાં સ્થિતિ

 • 3757 કુલ પોઝિટિવ દર્દીઓ
 • 3683 કુલ દર્દીઓ ડીસ્ચાર્જ
 • 31 એક્ટીવ દર્દીઓ
 • 0.83% એક્ટિવની ટકાવારી

ગામડામાં સ્થિતિ

 • 2019 કુલ પોઝિટિવ દર્દીઓ
 • 1961 કુલ દર્દીઓ ડીસ્ચાર્જ
 • 32 એક્ટીવ દર્દીઓ
 • 1.58% એક્ટિવની ટકાવારી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો