પ્રવેશ કાર્યવાહી પૂર્ણ:ખાનગી MBA કોલેજોની 14668 સીટમાંથી 3415 બેઠકો ખાલી રહી

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમસીએની ઉપલબ્ધ કુલ 5826માંથી 2147 બેઠકો ખાલી
  • સેલ્ફ ફાઇનાન્સ એમબીએ, એમસીએ કોલેજોની બે રાઉન્ડમાં પ્રવેશ તેમજ કોલેજ કક્ષાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસીએ)ની સેલ્ફ ફાઇનાન્સ એમબીએ, એમસીએ કોલેજોની બે રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી તેમ જ કોલેજ કક્ષાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ છે, જેમાં એમબીએની ઉપલબ્ધ કુલ 14,668 બેઠકમાંથી 3415 (23.25 ટકા) બેઠકો ખાલી રહી છે. જ્યારે એમસીએની ઉપલબ્ધ કુલ 5826માંથી 2147 (36.85 ટકા) બેઠકો ખાલી રહી છે.

એઆઈસીટીઈએ નિયત કરેલી અંતિમ સમયમર્યાદા અનુસાર 25 ઓક્ટોબર સુધીમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં આવેલી એમબીએ-એમસસીએ કોલેજોની શૈક્ષણિક વર્ષ 2022-23 માટેની પ્રવેશ કાર્યવાહી 28 જૂનથી શરૂ કરવામાં આવી હતી. જોકે ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ મોળો પ્રતિસાદ દાખવ્યો છે.

જાણીતી કોલેજના ક્રેઝને કારણે બેઠકો ખાલી
મોટા ભાગના વિદ્યાર્થીઓની પસંદ સારી અને જાણીતી કોલેજો હોવાથી ઓછી જાણીતી કોલેજોમાં પ્રવેશ મેળવવા માગતા નથી. આમ ઓછી જાણીતી કોલેજોમાં વિદ્યાર્થીઓમાં પ્રવેશ માટેનો ઓછો ક્રેઝ જોવા મળ્યો છે, જેને કારણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં નોંધપાત્ર બેઠકો ખાલી રહી છે.

ACPC કક્ષાએ MBAની 522 બેઠક ભરાઈ
એસીપીસી કક્ષાએ સરકારી-ગ્રાન્ટ ઇન એઇડ એમબીએ-એમસીએ કોલેજોની બેઠકો પર પ્રવેશ માટેના ત્રણ રાઉન્ડ યોજાયા હતા, જેમાં કુલ નવ એમબીએ કોલેજની 558માંથી 522 બેઠક ભરાઈ હતી. જ્યારે નવ એમસીએ કોલેજોની 411 બેઠકોમાંથી તમામ બેઠકો ભરાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...