તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:કોલેજમાં કારકિર્દી ઘડતર માટે વેબિનારનું આયોજન

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.માં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આયોજન
  • ધો.12 પાસ કર્યા બાદ ક્યા ક્ષેત્રે કારકિર્દી ઘડવી તે માટે યુનિ. દ્વારા વેબિનાર યોજાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આજે એડમિશન કમિટિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ટુંક સમયમાં જાહેર થનારા ગુજરાત બોર્ડના ધો.12ની પરીક્ષાના વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહના પરિણામોને ધ્યાનમાં લઇને આર્ટસ, કોમર્સ અને સાયન્સ તેમજ બીસીએ, બીબીએ, બીએસસી આઇટીના પ્રથમ વર્ષમાં ઓનલાઇન પ્રવેશ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ધો.12 વિજ્ઞાન પ્રવાહ કે સામાન્ય પ્રવાહમાં પાસ કર્યા બાદ કોલેજ કક્ષાએ ક્યા ક્ષેત્રમાં કારકિર્દીની તકો છે તે માટે યુનિ. દ્વારા ટૂંક સમયમાં વેબિનારનું આયોજન પણ કરવામાં આવશે. તેમાં વિદ્યાર્થીઓને કે તેમના વાલીઓને ક્યા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો, ક્યા ક્ષેત્રમાં વિદ્યાર્થી કારકિર્દી ઘડી શકે તેમ છે તે બાબતે ચર્ચા કરવામાં આવશે અને સાથે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. પ્રથમ વર્ષ બીએસસી, બી.કોમ, બીએ, બીબીએ, બીસીએ, બીએસસી-આઇટી જેવા કોર્સમાં પ્રવેશ અંગે ટેન્ટેટીવ શિડ્યુલ પણ યુનિ. દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેથી ધો.12ના પરિણામો બાદ તુરંત જ પ્રથમ વર્ષમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઇ જાય.

અન્ય સમાચારો પણ છે...