આજ કાલ સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમનું મહત્વ વધ્યું હોય જ્ઞાનમંજરી ગ્રુપઓફ કોલેજીસ પોતાના વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિક બને એ માટે સેન્ટર ફોર આંત્રપ્રેનિયોરશિપ ડેવલોપમેન્ટ (CED) ના સહકારથી સંસ્થા ખાતે સ્ટાર્ટઅપ સેલ ચલાવે છે. ઉપરાંત સંસ્થા ખાતે SSIP સેલ પણ છે જેમાં સમયાંતરે સ્ટાર્ટઅપ રીલેટેડ વિવિધ પ્રોગ્રામ યોજાય છે તેના ભાગ રૂપે ડેમો ડે યોજાયો હતો .
હાલમાં જેમાં તાલીમ લીધેલા 7 જેટલા વિદ્યાર્થી પોતાના સ્ટાર્ટઅપ કરવામાં સફળ થયા છે. જ્ઞાનમંજરી ગ્રુપઓફ કોલેજીસ, I-Hub તેમજ SSIP ના સંયુક્ત ઉપક્રમે CII, યંગ ઈન્ડીયનસ તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી જ્ઞાનમંજરી કેમ્પસ ખાતે સૌ પ્રથમ વખત ભાવનગરના ઉદ્યોગ સાહસિકો માટે “ભાવનગર સ્ટાર્ટઅપ ડેમો ડે” યોજાયો જેમાં અલગ અલગ પાંચ સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિ દ્વારા સ્ટાર્ટઅપ પીચ આપવામાં આવી હતી.
CIIના વેસ્ટર્ન રીજીયન ચેરમેન વિશાલ હોલાણી તેમજ વાઈસ ચેરમેન હેમંત ધોળકીયા, યંગ ઈન્ડીયન્સ ભાવનગર ચેપ્ટરના ચેરમેન નિશાંત ધોળકીયા, સૌરાષ્ટ્ર ચેમ્બરના મુકેશ પટેલ ઉપરાંત જ્ઞાનમંજરી કોલેજના ચેરમેન નાકરાણી તથા એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ડો. નિમ્બાર્ક તરફથી વિદ્યાથીઓમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય એ હેતુસર પ્રવચન આપવામાં આવેલ.
શહેરના જાણીતા ઉદ્યોગપતિઓની હાજરીમાં સ્ટાર્ટઅપ પીચ ડેક તથા તેને સંલગ્ન પ્રશ્નોતરી યોજાઇ હતી જેમાં બૈજુ મેહતા, હેમંત ધોળકીયા, વૈભવ તંબોલી, પ્રશાંત મામતોરા, સમર્થ મુની રૂષભ ભાયાણી, ચિંતન શાહ દ્વારા સ્ટાર્ટઅપ પીચ ડેક દરમ્યાન વિવિધ ટીપ્સ તથા ઇન્વેસ્ટમેન્ટ માટેની તૈયારી બતાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.