બાળવૈજ્ઞાનિકોની રચનાત્મકતાનું પ્રદર્શન:સિહોરની મોટાસુરકા પ્રાથમિક શાળામાં સાયન્સ ફેરનું આયોજન, 90 વિદ્યાર્થીઓએ 60 કરતાં વધુ પ્રોજેક્ટ બનાવ્યા

ભાવનગર5 મહિનો પહેલા
  • છેલ્લા 3 વર્ષથી મોટાસુરકા પ્રાથમિક શાળામાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવે છે

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલ મોટાસુરકા ગામે પ્રાથમિક શાળા ખાતે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ 6થી 8માં અભ્યાસ કરતા 90 જેટલા બાળવૈજ્ઞાનિકોએ શિક્ષકના માર્ગદર્શન હેઠળ અવનવા મોડલો તૈયાર કર્યા હતા.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થકી બાળકોમાં રહેલી ક્રિએટીવિટીને બહાર લાવવા અને બાળકોમાં પડેલી શક્તિઓ ખીલે અને રસ, રુચિ ઉત્પન્ન થાય તે માટે દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત ગણિત-વિજ્ઞાન કે અન્ય મોડેલો બનાવીને ક્રિએટીવિટીને જાગૃત કરવા મોટાસુરકા પ્રાથમિક શાળાના વિજ્ઞાન-ગણિત શિક્ષક નિરવભાઈ ચૌહાણ શાળાનાં બાળવૈજ્ઞાનિકોને સતત પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિનના ભાગરૂપે ભાવનગર જિલ્લાની સિહોર તાલુકાની મોટાસુરકા પ્રાથમિક શાળામાં બાળવૈજ્ઞાનિકો દ્વારા 60થી વધુ પ્રોજેક્ટ-મોડેલ બનાવીને રજૂ કર્યા હતા. આ ઉપરાંત વળાવડ પ્રાથમિક શાળા અને ભોળાદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સાયન્સ ફેરની મુલાકાત લઈ વિજ્ઞાનને જાણવા અને મોડેલ બનાવવા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

છેલ્લા 3 વર્ષથી સિહોર તાલુકાની શ્રી મોટાસુરકા પ્રાથમિક શાળામાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળાના ઉત્સાહી શિક્ષક નિરવભાઈ ચૌહાણ અને આચાર્ય તથા સ્ટાફમિત્રોના સહકારથી આ કાર્ય કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...