તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ કાર્યક્રમ:ઓનલાઇન એજયુકેશનના સમયમાં ઓલિમ્પિયાડ સ્પર્ધાનુ આયોજન

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઓનલાઇન એજયુકેશનમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં મદદરૂપ થવાય અને તેનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે વૈજ્ઞાનિક વલણ કેળવાય તે હેતુથી બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા વિશેષ કાર્યક્રમનુ આયોજન ઓનલાઇન, ઓફલાઇન કરવામાં આવેલ છે.

કેન્દ્ર આપેલ શાળામાં ઓનલાઇન, ઓફલાઇન આપી શકશે જેમા બાળકોને ટોકન દરે OMR પધ્ધતિથી પરીક્ષા આપવાની રહેશે
વિજ્ઞાનનગરી ઇન્ડિયન સાયન્સ ઓલિમ્પિયાડ-આઇએસઓ અને ઇન્ડિયન સાયબર ઓલિમ્પિયાડ-આઇસીઓની પરીક્ષા સમગ્ર ગુજરાત તથા ભારતભરમાં ગુજરાતી, અંગ્રેજી માધ્યમના ધો.4થી કોલેજના વિદ્યાર્થી માટે લેવાય છે. ઇન્ડિયન સાયન્સ અોલિમ્પિયાડ-ISOની પરીક્ષા 3જી ડીસે તથા ઇન્ડિયન સાયબર ઓલિમ્પિયાડ ICOપરીક્ષા 10 ડિસે.ના છે. જે તે કેન્દ્ર આપેલ શાળામાં ઓનલાઇન, ઓફલાઇન આપી શકશે જેમા બાળકોને ટોકન દરે OMR પધ્ધતિથી પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાર્થીઓ માટે અઢી લાખ સુધીના 721 ઇનામો જીતવાની તક મળશે.ઓનલાઇન એજયુકેશનને લઇ વિદ્યાર્થીઓ આ પાઠયપુસ્તક આધારીત માર્ગદર્શિકાથી દૈનિક શૈક્ષણિક કાર્ય અને સ્પર્ધાત્મક પરીક્ષામાં મદદ મળી શકશે. આ પરીક્ષામાં સરકારી, અર્ધ સરકારી, ખાનગી, પ્રાથમિક, માધ્યમિક ઉ.મા.અને કોલેજના વિદ્યાર્થી ભાગ લઇ શકશે વધુ વિગત માટે વિજ્ઞાનનગરી આંબાવાડી 2205220નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...