નિર્ણય:કોર્ટના ચુકાદા બાદ શિક્ષકોની બદલી માટે કેમ્પનું આયોજન

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમ અને સિનિયોરિટીને ધ્યાનમાં લેવાશે
  • તા.9 મેથી શિક્ષકો​​​​​​​ માટે વિકલ્પ કેમ્પ તેમજ વધ-ઘટ કેમ્પનું 17 મેથી આરંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

રાજ્યમાં શિક્ષકોની બદલીમાં થતા અન્યાયને લઇને શિક્ષકો કોર્ટમાં ગયા હતા, જેમાં કોર્ટે શિક્ષકોની તરફેણમાં ચુકાદો આપતા શિક્ષણ વિભાગને નિયમ અને સિનિયોરિટી પ્રમાણે બદલીઓ કરવાના આદેશ કર્યો હતા. જેને લઇને શિક્ષણ વિભાગે પહેલા વિકલ્પને લઇને પહેલી વખત વધ-ઘટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિકલ્પ કેમ્પ આગામી 9 મે 2022થી 16 મે 2022 દરમિયાન યોજાશે, જ્યારે વધ-ઘટ કેમ્પનું 17 મે 2022થી 25 મે 2022ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં પિટિશનરોના કિસ્સામાં જ વધ ઘટ કેમ્પ 26 ઓકટોબર 2020ના ઠરાવ મુજબ શિક્ષકની સિનિયોરિટી વિકલ્પ લીધેલી તારીખને ધ્યાને લેવાની જગ્યાએ શાળામાં દાખલ તારીખને ધ્યાને લઇને સિનિયોરિટી ગણવાની રહેશે. મુખ્ય શિક્ષક વધ-ઘટ કેમ્પ 2019 બાદ અલગ અલગ જિલ્લાના મુખ્ય શિક્ષકોએ હાઇકોર્ટમાં બદલી અંગે પિટિશન દાખલ કરી છે. જેમાંથી કેટલાક કેસોમાં હાઇકોર્ટના સ્ટે આપતા મુખ્ય શિક્ષકની ખાલી જગ્યા ન હોવાથી 1 એપ્રિલ 2022ના બદલી ઠરાવ પ્રમાણે મુખ્ય શિક્ષકની બદલી કાર્યવાહી હાથ ધરાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...